અમદાવાદ: ભુવાજીએ સગીરાને નદીના પટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

0
23
Share
Share

સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરા દ્વારા ભુવાનો સંપર્ક કરવામાં આવ્યો હતો

અમદાવાદ, તા.૨૪

સગપણ કરનાર યુવકને રાત્રે ઊંઘમાં ઝબકી જવાની બીમારી થતા સગીરાએ ભુવાનો સંપર્ક કર્યો. જોકે વિધિના નામે ભુવાએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું અને ઢોંગી ભુવાનો પર્દાફાશ કરી નિકોલ પોલીસે ધરપકડ કરી છે. ભુવાજી રઇજ રાવળ નિકોલના છેડે આવેલા જાણુ પાટિયા પાસે રહીને તાંત્રિક વિધિ કરે છે. તેની પાસે એક સગીરા અને તેનો પરિવાર ગયા હતા. સગીરાનું જે યુવક સાથે સગપણ કર્યું હતું તેને ઊંઘમાં ઝબકી જવાની બીમારી થઈ હતી. જેથી કોઈ વળગાડ હોવાનું માની આ સગીરાએ ભુવાજીનો સંપર્ક કર્યો. ભુવજીએ વિધિ કરવાનું કહી પાંચ હજાર લીધા અને નદીના પટમાં લઈ ગયો. નદીના પટમાં લઈ જઈ યુવકની તો વિધિ કરી જ પણ સાથે આ સગીરાનું સગપણ હોવાથી તેની પણ વિધિ કરવી પડશે તેમ કહી તેના માથેથી એક કોથળી અને નારિયેળ ઉતાર્યું. આ ઢોંગી કરતુત કરતા જ સગીરાને આંચકો આવ્યો. થેલી નદીમાં નાખવા જવાનું કહી ભુવાજી સગીરાને લઈને નદીના પટમાં ગયા. ત્યાં પણ એક વિધિ કરવી પડશે તેમ કહેતા સગીરાના પરિવારજનો સાથે જતા હતા. જોકે ભુવાજીએ સાથે ન આવવા કહી જો સાથે આવશો તો તમને દુઃખ પડશે તેમ કહી માત્ર સગીરાને લઈ ગયો. જ્યાં ઝાડીઓમાં શ્રીફળ નાખી બાદમાં સગીરાને ઉંધી ફરી જવાનું કહી તેના કપડા પાછળથી ઊંચા કરી દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને ભુવાજીએ ધમકી આપી કે આ વાત કોઈને કહેશે તો સારું નહિ થાય અને મારી નાંખવાની પણ ધમકી આપી. જોકે સગીરાથી ન રહેવાતા આખરે તેને પરિવારને ઘટનાની જાણ કરી અને નિકોલમાં ફરિયાદ આપતા પોલીસે ભુવાજી રઇજ રાવળની ધરપકડ કરી. અન્ય કેટલી યુવતીઓ કે સગીરા સાથે આવા કૃત્યો આ ભુવો કરી ચુક્યો છે તે બાબતે રિમાન્ડ મેળવી પોલીસ તપાસ કરશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here