અમદાવાદ: બોસે મિત્ર સાથે આવીને સગીરાના ઘરે છેડતી કરી

0
22
Share
Share

સગીરાએ ઉપાડ પેટે લીધેલ ૨૦ હજાર પરત ન કરી મામલો ભૂલી જવા ધમકી,શહેરના પૂર્વ વિસ્તારમાં આંચકારુપ ઘટના

અમદાવાદ,તા.૨૮

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આંચકારુપ ઘટના બની છે. એક સગીરાનો પરિવાર અંબાજી ખાતે ગયો હતો. જેથી આ સગીરા નોકરીએ ગઈ ન હતી. ત્યારે એકલી રહેલી સગીરાના ઘરે તેનો શેઠ તેના મિત્રને લઈને આવ્યો હતો અને બીભત્સ હરકતો કરાવી હતી. આટલું જ નહીં આ શેઠ અને તેના મિત્રએ સગીરાને મોડલિંગના કપડા પહેરાવી ફોટો પણ પડાવ્યા હતા. જે બાબતે સગીરાએ તેના પિતાને જાણ કરતા તેઓ શેઠની દુકાને ગયા હતા. જ્યાં સગીરાએ ઉપાડ પેટે લીધેલા ૨૦ હજાર પરત ન કરી મામલો ભૂલી જવા ધમકી અપાઈ હતી. પણ સગીરા સાથે થયેલા બીભત્સ વર્તનને લઈને તેના પિતા ચૂપ બેસ્યા ન હતા અને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા ૪૦ વર્ષીય યુવક તેમના પરિવાર સાથે રહે છે. અને કાલુપુર ખાતે દાલ પકવાનની લારી ધરાવી વ્યાપાર કરે છે. તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેમની એક પુત્રી છએક માસથી કુબેરનગર ખાતે આવેલી રેડીમેડ દુકાનમાં નોકરી કરે છે. દુકાનના માલિકના  મિત્ર અવારનવાર તેઓની દુકાન ઉપર આવતા હોવાથી આ યુવક પણ તેમને ઓળખે છે. ગત ૨૨ ડીસેમ્બરના રોજ તેઓ અંબાજી જવા નીકળ્યા હતા ત્યારે આ યુવકની દીકરી કે જે કુબેર નગર ખાતે નોકરી કરે છે તે ઘરે એકલી હતી અને ઘરે કોઈ ન હોવાથી તે દિવસે તેને નોકરી જવાની ના પાડી હતી. જેથી તેમની પુત્રી ઘરે એકલી હતી. પરિવારજનો અંબાજીથી રાત્રે પરત ફર્યા હતા ત્યારે તમામ લોકો જમી પરવારીને સુઈ ગયા હતા. બીજા દિવસે પણ આ યુવકની પુત્રી નોકરી પર ગઈ નહોતી ત્યારે આ પુત્રીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે તે આજથી નોકરી પર જવાની નથી, પરંતુ શું થયું કેમ તે નોકરી પર જવાની ના પાડે છે તે બાબતે તેની પુછપરછ કરતાં તે કહેવા લાગી કે, પરિવારજનો જ્યારે અંબાજી ગયા હતા ત્યારે તે ઘરે એકલી હતી બપોરના સમયે તેના શેઠ તથા તેમના મિત્ર ઘરે આવ્યા હતા. અને નોકરી પર કેમ આવી નથી તેમ કહ્યું હતું. જેથી ઘરે કોઈ ન હોવાથી તે નોકરી પર ન આવી હોવાનું જણાવતાં આ શેઠ અને તેના મિત્રએ સગીરણો હાથ પકડી ગંદી હરકતો કરી હતી. અને બાદમાં આ બન્ને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here