અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘના ઉપક્રમે જૈન મુનિઓ ચાર્તુમાસ પ્રવેશ યોજાયો

0
9
Share
Share

ચાર્તુમાસ એટલે ધર્મ આરાધના વડે આત્મકલ્યાણ સાધવાની મહામોસમ-મુનિ નયશેખર વિજયજી

અમદાવાદ, તા.૨૯

ગુજરાતની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિયમ જૈન સંઘ ખાતે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ.રત્નશેખરસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા. અને પૂજ્ય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા. આદિઠાણા-૨ તથા ગચ્છાધીપતી પૂ.પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના પૂ.સા. ભવ્યકલાશ્રીજી મ.સા.ના શિષ્યારત્ના પૂ.સા. પ્રસમરત્નાશ્રીજી મ.સા. અને પૂ.સા. હર્ષપૂર્ણા શ્રીજી મ.સા. આદિત્યાણા-૨ નુ ચાર્તુમાસ પ્રવેશ સાદગીપૂર્ણ રીતે થયેલ. આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા.એ જણાવેલ કે જૈન ધર્મમાં ચાર્તુમાસનુ ભારે મહત્વ અંકાયુ છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાઘ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત કરવાનુ યુગકાર્ય તેઓ બજાવે છે. આ પ્રસંગે સ્ટેડિયમ સંઘના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે ચાર મહિના દરમ્યાન સરકારના નિયમોનુસાર તપ, જપ અને ભક્તિ શ્રાવકગણ દ્વારા કરવામાં આવશે જેની વિગત આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here