અમદાવાદ નવરંગપુરા મધ્યે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદા શ્રી માણિભદ્ર વીર દાદાનો હવન યોજાયો

0
26
Share
Share

અમદાવાદ તા. ૧ર

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ રોડે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની છત્રછાયામાં રવિપુષ્ય નક્ષત્રના શુભયોગમાં જંગમરત્ન તીર્થ પ્રેરક, રત્નશેખરસુરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને મુનિરાજ શૌૈર્યશેખર વિજયજી મ.સા આદિ ની નિશ્રામાં તપાગચ્છાધિષ્ઠાયક શ્રી માણિભદ્ર વીર દાદા નો હવન યોજાયો. આ હવનમાં ૧૦૮ મંત્રો સાથે આહુતિ આપવામાં આવેલ. જેમાં ચંદન-સુખડના લાકડા, ઘી વીગેરેની આહુતી આપવામાં આવેલ. આહુતી બાદ મોટીશાંતિ નો પાઠ કરવામાં આવેલ. ત્યારબાદ આરતી વિગેરે થયેલ. આ માણિભદ્રવીર દાદાનું પુજન હવનનો લાભ શ્રીમતિ મનીષાબેન પંકજભાઇ શાહ હસ્તે. કેયુર પંકજભાઇ શાહ પરિવારે લાભ લીધેલ. આ પ્રસંગેે ગુરુ ભકતોને શ્રી માણિભદ્ર વીર દાદા ની રક્ષા પોટલી બાંધી આશીર્વાદ આપવામાં આવેલ. આ પ્રસંગે મુનિ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે મણિભદ્ર વીર દાદા ના ૩ તીર્થ સ્થાનો છે. માણિભદ્ર વીર દાદાનું મહિમા આજે દરેક વ્યકિત પોતાના કાર્યની સફળતા માટે દેવ-દેવીઓમાં માણિભદ્ર દાદાની આરાધના જાપ ધ્યાન વગેરે કરે છે અને તાત્કાલિક તેની ફળસૃષ્ટિ મળે છે. માણિભદ્ર વીર દાદાનું મગરવાડામાં પિંડ પુજાય, આગલોડમાં ધડ અને ઉજૈનમાં મસ્તક પુજાય છે. શ્રી માણિભદ્ર વીર દાદાનો વાર ગુરૂવાર અને રવિવાર મુખ્ય છે. આ માણિભદ્ર વીર દાદા હાજરા હાજુર અને પ્રત્યક્ષ છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા યોગેશભાઇ ગઢવી, સ્ટેડિયમના ટ્રસ્ટી શૈલેષભાઇ શાહ, પંકજભાઇ શાહ વિગેરે ઉપસ્થિત રહેલ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here