અમદાવાદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનો ફોટો મુકવા આદેશ

0
20
Share
Share

અમદાવાદ,તા.૧૬

શહેર જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશે અમદાવાદ જિલ્લાના તાબા હેઠળની તમામ ગ્રામ પંચાયતોમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા લગાવવા અંગેની કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે કરેલી કાર્યવાહીની જાણ કરવા સૂચના આપી છે. દલિત અધિકાર મંચના પ્રતિનિધિઓએ જિલ્લા વિકાસ અધિકારીને ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ભેટ આપી હતી.

રાજ્યમાં ૭૧માં પ્રજાસત્તાક દિનની (૨૬ જાન્યુઆરી ૨૦૨૦ ) ઉજવણી અગાઉ તા. ૨૩/૦૧/૨૦૨૦ ના રોજ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ અને પી.કે.કલાપી સહિતના પ્રતિનિધિ મંડળ દ્વારા અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને મળ્યા હતાં અને ભારતીય સંવિધાનના અમલના ૭૧માં “પ્રજાસત્તાક દિન” અંગે જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં સંવિધાન નિર્માતા ડૉ. બાબાસાહેબની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા માટે લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત બાદ તા. ૧૭/૦૨/૨૦૨૦ ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર દ્વારા જિલ્લાના તમામ કચેરીઓના વડા અને સંબંધિત અધિકારીઓને ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા / ફોટો લગાવવાની કાર્યવાહી કરવા અને કરેલી કાર્યવાહીનો અહેવાલ મંગાવવામાં આવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here