અમદાવાદ-ગાંધીનગર જિલ્લાની સરકારી ૧૦૩ શાળાઓનું સંચાલન એએમસી કરશે

0
26
Share
Share

અમદાવાદ,તા.૧૮

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે કર્યો મહત્વનો નિર્ણય. જેમાં અમદાવાદ જિલ્લાની અને ગાંધીનગર જિલ્લાની ૧૦૩ સરકારી પ્રાથમિક સ્કૂલોને અમદાવાદ એએમસીમાં ભેળવવા ઠરાવ કર્યો છે.આ નોટિફિકેશન મુજબ અમદાવાદ સિટી તાલુકાની ૪૫, દસ્ક્રોઈ તાલુકાની ૫૦ અને ગાંધીનગર જિલ્લા પંચાયત હેઠળની ચાંદખેડા-મોટેરાની ૮ સરકારીપ્રાથમિક સ્કૂલોને એએમસીમાં મર્જ કરવામા આવશે. આગામી સમયમાં કોર્પરેશનોની ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે કોર્પોરેશન વિસ્તારની હદ વધારવા સાથે હવે કોર્પોરેશનની સ્કૂલો પણ વધારી છે. અગાઉ ૧૮ વર્ષ પહેલા જિલ્લા પંચાયતની સ્કૂલો કોર્પોરેશનમાં ભેળવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સરકારે નોટિફિકેશન કરીને અમદાવાદ જિલ્લની ૯૫ અને ગાંધીનગર જિલ્લાની ૮ સહિત ૧૦૩ સ્કૂલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી છે.

અમદાવાદ જિલ્લાની અને ગાંધીનગર જિલ્લાની તાલુકા  પંચાયત અને ગ્રામ પંચાયત હેઠળની સરકારી પ્રાથમિક સ્કૂલો કે જે અત્યાર સુધી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તક હતી ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક થશે. ત્યારે જિલ્લા પંચાયતો દ્વારા સ્કૂલોને કોર્પોરેશનમાં મર્જ કરવા માટેની દરખાસ્તને સરકારના શહેરી વિકાસ વિભાગે પણ મંજૂર કરતા સરકારે બોમ્બે  પ્રાયમરી એજ્યુકેશન એક્ટ ૧૯૪૭ હેઠળ સત્તા વાપરીને સ્કૂલોને કોર્પોરેશનમાં ભેળવી છે. જો કે વહિવટ અને સત્તાઓ હસ્તગત પહેલા સરકારના નોટિફિકેશન મુજબની કાર્યવાહી કરાશે. જેમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની પંચાયત શિક્ષણ સમિતિ હેઠળના આ સરકારી સ્કૂલોના પ્રાથમિક શિક્ષકોને જિલ્લા પંચાયત હેઠળ રહેવુ છે કે

અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ રહેવુ છે તે અંગેનો વિકલ્પ અપાશે.આ તમામ પ્રક્રિયા એક મહિનામા પુરી કરવાની રહેશે.ત્યારબાદ શિક્ષકોના જીપીએફ, સીપીએફ અને સર્વિસ બુક્સ સહિતના રેકોર્ડ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપાશે.જે શિક્ષકો જિલ્લા પંચાયત હેઠળ રહેવાનો વિકલ્પ સ્વીકારે તેઓને તાકીદે ખાલી જગ્યાઓ પર મુકવાનો ઓર્ડર કરવાનો રહેશે. પ્રાયમરી શિક્ષણના ડાયરેકટરના વડપણ હેઠળ અમદાવાદ અને ગાંધીનગર ડીપીઓ તથા કોર્પોરેશનના વહિવટી અધિકારી  વહિવટ ફેરબદલ અને સત્તા હસ્તકની તારીખ નક્કી કરશે. જે તારીખથી તમામ સ્કૂલો કોર્પોરેશન હેઠળ ગણાશે અને જે મુજબ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ પ્રક્રિયા થશે. સ્કૂલો કોર્પોરેશનમાં ભળ્યા બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમતિ અને મ્યુ.કોર્પોરેશનને ૮૦ઃ૨૦ પ્રમાણે ગ્રાન્ટ મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here