અમદાવાદ એસ.વી.પી. હોસ્પિટલ ના ડોક્ટરો ની દાદાગીરી સામે બોટાદ જીલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન દ્વારા કલેકટર ને આપ્યું આવેદનપત્ર

0
23
Share
Share

અમદાવાદ એસ.વી.પી. હોસ્પિટલ ના ડોક્ટરો દ્વારા દાદાગીરી કરી ન્યુઝ ચેનલના રિપોટર્ર ને કોવિડ ૧૯ ની સારવાર ન મળતા બોટાદ જીલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના એસોસિએશન ના  પત્રકારો માં ભારે રોષ

બોટાદ તા.૨૪

બોટાદ જીલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમુખ  હર્ષદસિહ ગોહિલ અને મહિપાલ વાઘેલા સહિત એસોસિએશનના પત્રકારો દ્વારા ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૦ ના રોજ બોટાદ જીલ્લા કલેકટર વિશાલ ગુપ્તા ને આવેદનપત્ર આપેલ અને જણાવેલ  કે  પત્રકાર ને દેશ ની ચોથી જાગીર કહેવામાં આવે છે. લોકશાહી નો ચોથા આધાર સ્થંભ માનવામાં આવે છે. ત્યારે પત્રકાર પણ પોતાની જવાબદારી ના ભાગ પર સમાજ માં કામ કરતો હોય છે. અને લોકો અને વહીવટી વિભાગ કે સરકાર ની કામગીરી ની ક્ષતિ અથવા સારું કામ થયેલ હોય તે ચેનલ સુધી પહોંચાડવાનું કામ કરતો હોય છે. ત્યારે વિભાગ સરકાર નો હોય કે વહીવટી વિભાગ મા આવતો કોઈપણ વિભાગ હોય જો કોઈપણ પત્રકાર દ્વારા તેમાં રહેલી ક્ષતિ અથવા કામ થતી બેદરકારી હોય  તો  પત્રકાર દ્વારા તે વાત ને સમાચાર ના માધ્યમ થી ચેનલ કે પેપર માં આપવી તે તેમની જવાબદારી હોય છે. ત્યારે અહીં અમે સવાલ એ કરી એ છી કે પત્રકાર દ્વારા રજૂ કરવામાં આવેલ સમાચાર ને અધિકારી ઓ કેમ  પોઝીટીવ  નથી લેતા .સમાચાર માધ્યમ થી પ્રસારિત થયેલ ક્ષતિ સુધારવાનો કેમ પ્રયાસ નથી કરતા. આનાથી ઊલટું વારંવાર જોવા મળે છે. જે પત્રકારો પોતાની કામગીરી કરે તેને ભોગ બનવું પડે છે. આવી ખૂબ ગંભીર ઘટના અમદાવાદ ખાતે એસ.વી.પી. હોસ્પિટલ ખાતે બનેલ જેમાં  અમદાવાદના ન્યુઝ ચેનલના રિપોટર્ર જીજ્ઞેશ પટેલ કે જેણે ખરા અર્થ માં કોરોના વોરિયસ તરીકે કોરોના ની આ મહામારી માં કામ કરેલ જે કામગીરી કરતા કરતા તે પણ કોરોના નો શિકાર બન્યો અને આ રિપોટર્ર સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ એસ.વી.પી. હોસ્પિટલ ખાતે પહોંચ્યો જ્યાં ડોક્ટરો દ્વારા જીજ્ઞેશ પટેલ ને સારવાર આપવામા ન આવી કલાક સુધી તેની કોઈ ડોક્ટરો દ્વારા નોંધ લેવામાં ન આવી ત્યારે આખરે અમદાવાદ મેયર બીજલ પટેલ અને રાજ્ય ના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા પણ હોસ્પિટલ ના સતા ધીશો ને આ બાબતે જીજ્ઞેશ પટેલ ને સારવાર આપવા જણાવેલ પણ  એક બે નહીં આઠ આઠ કલાક સુધી બહાર રાખી કોઈપણ જાત ની સારવાર આપવાની વ્યવસ્થા કરવામાં ન આવી ત્યારે ડોક્ટરો એટલે ભગવાન નું બીજું રુપ માનવામાં આવે છે. ત્યારે ડોક્ટરો ના આવા રુપ માં શેતાન પણ હોય છે. તે અહીં જાણવા મળ્યું ડોક્ટરો દ્વારા સારવાર ન આપવા પાછળ હોસ્પિટલ ના નેગેટિવ સમાચાર હોવાનું જણાવ્યું ત્યારે જો ખરેખર આજ કારણ હોય તો ખૂબ શરમ જનક આ ઘટના કહેવાય મળેલ માહિતી મુજબ જો જીજ્ઞેશ ને સારવાર આપવામાં આવશે તો અમે ડોક્ટરો હડતાળ પર ઉતરશું આવી વાત પણ જાણવા મળેલ ત્યારે આ બાબતે તપાસ કરવામાં આવે કે ખરા અર્થ માં શુ કારણ કે જીજ્ઞેશ પટેલ ને એસ.વી.પી. માં સારવાર આપવામાં ન આવી અને આમા જે કોઈ જવાબદાર લોકો છે તેમની વિરુદ્ધ કડક માં કડક કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી છે . આ આવેદનપત્ર માં     બોટાદ જીલ્લા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશન ના  પ્રકાશ સોલંકી , બ્રિજેશ સાકરિયા ,મોસીન પરમાર ,હરેશભાઈ પટગીર  અને રાકેશ સોલંકી  હાજર રહ્યા હતા .

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here