અમદાવાદ એસજી હાઈવે પર ચા-કોફી બેંક મેનેજરને રૂ. ૫૦,૦૦૦માં પડી

0
24
Share
Share

અમદાવાદ,તા.૧૨
શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓલ ટાઇમ હેપ્પનિંગ પ્લેસ એટલે એસજી હાઈવે, આ રોડ પર તમને વહેલી સવારથી મોડી રાત સુધી ટ્રાફિક જ નહીં પરંતુ તેની બંને તરફ આવેલા કોમર્શિયલ પ્લેસની આજુ બાજુ માનવ મહેરામણ જોવા મળે છે. જોકે આટલી ભીડ વચ્ચે પણ ગુનેગારો બિન્દાસ્ત થઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શહેરના એસજી હાઈવે પર અનેક નાના-મોટા ગુનાઓ બની રહ્યા છે. તેવામાં બેંકના એક મેનેજર માટે પણ ચા-કોફી પીવા જવાનો ખૂબ જ કડવો અનુભવ રહ્યો છે. અંદાજે ૧૦-૧૫ રુપિયાની કોફી બેંક મેનેજરને ૫૦૦૦૦ રુપિયામાં પડી છે. શહેરના એસજી હાઇવે પર બિલાડીના ટોપની માફક કોફી શોપ ખુલી ગઈ છે.
અહીં આવનાર લોકો નજીકમાં જ્યાં જગ્યા મળે ત્યાં જ વાહનો મૂકીને કોફી કે નાસ્તાની લિજ્જત માણવા જતા હોય છે. અગાઉ આ જ રીતે વાહન મૂકીને બેદરકારી દાખવનાર વાહન ચાલકોના વાહન કે વાહનમાંથી કોઈ વસ્તુઓ ચોરી થઈ હતી. હાલ પણ થોડા સમયથી આવા વાહનોમાંથી ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગે છે. ત્યારે વધુ એક આવી ઘટના બની છે. જેમાં એક બેન્ક મેનેજર કોફી પીવા ગયા હતા અને વીસેક મિનિટ રહીને આવ્યા તો કારનો કાચ તોડી શખશો ૫૦ હજારનું લેપટોપ ચોરી ફરાર થઈ ગયા હતા. ત્યારે એસજી હાઇવે પર કોફી બાર પર બેસવા જનાર લોકો માટે આ તમામ કિસ્સા ચેતવણીરૂપ બન્યા છે.
મહારાષ્ટ્રમાં રાહેત નિશાંત ભાઈ પટેલ ખાનગી બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત ૮મીએ તેઓ તેમના પત્ની અને સાસુ સાથે અમદાવાદ આવ્યા હતાં. લોકડાઉનમાં તેમના સાસુ મુંબઈ ખાતે રોકાઈ જતા તેઓને ગોતા ખાતે મુકવા કારમાં આવ્યા હતા. પરંતુ ઘર ઘણા સમયથી બંધ હોવાથી તેઓ કોર્ટયાર્ડ મેરિયોટ ખાતે રોકાયા હતા. બાદમાં નિશાંત ભાઈ તેમના પત્ની અને મિત્ર સાથે કોઈ કામ અર્થે બહાર ગયા હતાં.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here