રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલ લીલાને ખૂલ્લી મુકવા માટે ગાંધીનગર આવી શકે છે વડાપ્રધાન
અમદાવાદ,તા.૧૨
ગુજરાતમાં ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી શકે છે. આગામી ૧૯ અને ૨૦ જાન્યુઆરી દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે બની રહેલા રેલવે સ્ટેશન અને ફાઈવ સ્ટાર હોટલ લીલાને ખૂલ્લી મૂકી શકે છે. તેની સાથે મહાત્મા મંદિરમાં પણ એક કાર્યક્રમ કરે તેવી વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. આ બધાની સાથે ૧૩ અને ૧૪મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિત પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતમા આવવાના છે. અગાઉ વેક્સિનની તૈયારી સમયે મોદી અમદાવાદના ચાગોદર ખાતે આવેલી ઝાયડ્સની મુલાકાત લીધી હતી. હવે વેક્સિન ટુંક સમયમાં દેશ ભરમાં ઉપલબ્ધ થઈ જશે. ગુજરાતમાં પણ વેક્સિન આવી ગઈ છે. આ બધાની વચ્ચે આગામી ૧૯ અને ૨૦ જાન્યુઆરીએ વડાપ્રધાન ગુજરાત આવી શકે છે.
જેઓ ગાંધીનગરમાં બની રહેલા રેલવે સ્ટેશન અને હોટલને ખુલ્લી મુકશે. ત્યારબાદ તેઓ મહાત્મા મંદિર ખાતે એક કાર્યક્રમ પણ યોજશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે.હાલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ૧૩મી અને ૧૪મી તારીખે અમદાવાદ આવશે. જ્યાં તેઓ મહત્વના લોકો સાથે મુલાકાત કરશે અને પોતાના લોકસભા વિસ્તારમાં આવેલ ઓવર બ્રિજ અને અન્ય કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.