અમદાવાદ- આગરા ફોટર્ અને અમદાવાદ- ગ્વાલિયર સ્પેશિયલ સાબરમતી સ્ટેશન થી ઉપડશે

0
13
Share
Share

અમદાવાદ તા. ર૬

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ચાલતી અમદાવાદ- આગ્રાફોટર્ સ્પેશિયલ અને અમદાવાદ-ગ્વાલિયર સ્પેશ્યલ ૨૮ નવેમ્બર ૨૦૨૦ થી આગામી ઓર્ડર સુધી સાબરમતી સ્ટેશનથી ઉપડશે.આ ટ્રેનોના સંચાલનના સમય માં પણ પરિવર્તન કરવામાં આવ્યું છે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છેઃ -૧. ટ્રેન નંબર ૦૨૨૪૮/૦૨૨૪૭ સાબરમતી – ગ્વાલિયર – સાબરમતી સ્પેશ્યલ (ત્રિ-સાપ્તાહિક) ટ્રેન નંબર ૦૨૨૪૮ સાબરમતી – ગ્વાલિયર એક્સપ્રેસ ૨૮ નવેમ્બર ૨૦૨૦ થી સાબરમતી સ્ટેશનથી ૧૬ઃ૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૦૯ઃ૨૫ વાગ્યે ગ્વાલિયર પહોંચશે.પરત માં, ટ્રેન નંબર ૦૨૨૪૭ ગ્વાલિયર – સાબરમતી સ્પેશિયલ ૨૮ નવેમ્બર ૨૦૨૦ થી ગ્વાલિયર થી ૨૦ઃ૧૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૧ઃ૫૦ વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા,ફાલના, મારવાડ જંકશન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાકેંટ, ધૌલપુર અને મુરેના સ્ટેશનો પર રોકાશે. ૨. ટ્રેન નંબર ૦૨૫૪૮/૦૨૫૪૭ સાબરમતી – આગ્રાકેંટ – સાબરમતી સ્પેશ્યલ (અઠવાડિયામાં ચાર દિવસ) ટ્રેન નંબર ૦૨૫૪૮ સાબરમતી – આગ્રાફોટર્ સ્પેશિયલ ૨૯ નવેમ્બર ૨૦૨૦ થી સાબરમતી સ્ટેશનથી ૧૬ઃ૫૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૦૭ઃ૧૫ વાગ્યે આગ્રાકેંટ પહોંચશે.પરત માં, ટ્રેન નંબર ૦૨૫૪૭ આગ્રાકેંટ – સાબરમતી સ્પેશિયલ ૨૭ નવેમ્બર ૨૦૨૦ થી રાત્રે ૨૨ઃ૧૦ વાગ્યે આગ્રા કેન્ટથી ઉપડશે અને બીજા દિવસે ૧૧ઃ૫૦ વાગ્યે સાબરમતી સ્ટેશન પહોંચશે.માર્ગમાં, આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુરોડ, પિંડવાડા, ફાલના, મારવાડ જંક્શન, બ્યાવર, અજમેર, જયપુર, બાંદિકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રાકેંટ, ધોલપુર અને મુરેના સ્ટેશનો પર રોકાશે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here