અમદાવાદમાં ૩ મે સુધી તમામ દુકાનો બંધ રહેશેઃ વિજય નેહરા

0
211
Share
Share

અમદાવાદ,તા.૨૬

શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮૨ નવા કેસ ઉમેરાયા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં કોરોનાના કેસનો કુલ આંક ૨૦૦૩ પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાના કારણે ૮૬ લોકોના મોત થયા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર વિજય નેહરાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે શહેરમાં આવશ્યક સામાન સિવાયની તમામ દુકાનો ૩ મે  સુધી બંધ રહેશે. વેપારી એસોસિએશન સાથે ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગઇકાલે  રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે અમુક વિસ્તારોમાં દુકાનો ખોલવાની મંજૂરી અપાઇ હતી.

નેહરાએ કહ્યું કે, અમદાવાદમાં ડબલિંગ રેડ ચારથી વધીને આઠ દિવસનો થઇ ગયો છે. દર્દીઓના મૃત્યુ કરતા સાજા થવાનો દર પણ બમણો થયો છે. તંત્ર દ્ધારા ફાઇવ સ્ટાર હોટલો સાથે એમઓયુ કરવામાં આવ્યા છે જે અનુસાર સમરસ હોસ્ટેલમાં રહેવા ન માગતા લોકો ફર્ન હોટલમાં રહી શકે છે. એક તબક્કે શહેરમાં ડબલિંગ રેટ ત્રણથી ચાર દિવસનો હતો જે ઘટીને આઠ દિવસનો થઇ ગયો છે. જ્યારે રિકવરી રેટ ૧૦ ટકા પર પહોંચી ગયો છે.

તેમણે કહ્યું કે નરોડામાં એક ખાનગી હોસ્પિટલ બની રહી હતી. આ નિર્માણાધીન ૨૦૦ બેડની હોસ્પિટલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો ન હોવાથી કોવિડ હોસ્પિટલ તરીકે ઉપયોગ કરવાની ઓફર કરવામાં આવી છે.

ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ

નહેરુ બ્રિજ બાદ, ગાંધી બ્રિજ અને દધીચી બ્રિજ બંધ કરવામા આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મોડી રાતે નિર્ણય લેવામા આવ્યો છે. સુભાષ બ્રિજ, એલિસબ્રિજ, જમાલપુર બ્રિજ અને આંબેડકર બ્રિજ ચાલુ છે. અચાનક લેવાયેલા નિર્ણય ને પગલે લોકોમા મુશ્કેલી પેદા થઈ છે. કોઈ જાહેરાત વિના રસ્તો બંધ કરતા લોકો અટવાયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here