અમદાવાદમાં સફાઈ કમદારોની હડતાલ બની ઉગ્રઃ ખેડૂત આંદોલનની જેમ શરૂ થયું રસોડું

0
14
Share
Share

અમદાવાદ,તા.૨૬
એકતરફ કોરોના વાયરસ જેવી મહામારી અને બીજીતરફ શહેરમાં ત્રીજા દિવસે પણ સફાઈકમદારોની હડતાળ યથાવત રહી છે. જેના કારણે શહેરમાં અલગ અલગ જગ્યાએ કચરાના ઢગ ફેલાયા છે. તો બીજીતરફ જ્યાં સુધી પોતાની માગણીઓ નહિ સ્વીકારાય ત્યાં ધરણાં ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. સફાઈકમદારોએ રસોઈ સામગ્રી અને પાણીના જગ સાથે ડેરા જમાવી દીધા છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેને લઈ પોલીસનો કાફલો પણ એએમસી ઓફિસએ ખડકી દેવાયો છે.
અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના ૬૨૦૦ સફાઈ કર્મીઓને પણ વારસાઈ હક્ક મળવો જોઈએ જેની અગાઉ અનેક વાર રજુઆત કરાઈ હતી. પણ તે માગણી ન સ્વીકારતા એક સફાઈ કર્મીએ ચાર દિવસ પહેલા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ન્યાય ના મળે ત્યાં સુધી હડતાળ પર રહેવની ચીમકી આપવામાં આવી હતી. આ હડતાળને સફાઈકમદારોના સૌથી મોટા યુનિયન નોકર મંડળે પણ ટેકો જાહેર કર્યો હતો. ત્યારે હવે સફાઈકમદારો લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. એકતરફ સફાઈકમદારોએ અચોક્કસ મુદતની હડતાળને લઈ નવા પશ્ચિમ ઝોનની ઓફિસ આગળ જ રસોડું શરૂ કરી દીધું છે.
સફાઈકમદારોના આગેવાનોનું કહેવું છે કે, ત્રણ દિવસ થવા છતાં કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ માગણી સ્વીકારવાની વાત કરી નથી. એટલે માગણી નહિ સ્વીકારે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ યથાવત રહેશે. સફાઈકામદારઓ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજીતરફ હડતાળને લઈ શહેરની સ્થતિ વણસી છે. ઘણા વિસ્તારોમાં સફાઈકમદારોએ કચરો નહિ ઉપાડતા ઠેરઠેર કચરાના ઢગ ફેલાયા છે. મહત્વનું છે કે એકતરફ કોરોના મહામારીના પગલે કેસ વધી રહ્યા છે તેવામાં સફાઈ કામદારઓએ હડતાલના કારણે કચરો નહિ ઉપાડતા ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને લોકોમાં પણ રોગચાળો વકરવાની દહેશત ફેલાઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here