અમદાવાદમાં વરસાદી માહોલ

0
19
Share
Share

મોડી રાતથી વહેલી સવાર સુધી વરસાદ પડ્યો
સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં ભારે વરસાદ જારી
અમદાવાદ,તા.૧૦
અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં હાલમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. ગઇકાલે દિવસ દરમિયાન વરસાદ રહ્યા બાદ મોડી રાત્રે અને આજે સવારમાં પણ અમદાવાદમાં વરસાદ જારી રહ્યો હતો. વરસાદના કારણે જનજીવન પર અસર થઇ છે. બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં ૨૮ તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધારે ઉમરપાડામાં ૨.૫ અને સોનગઢ ખાતે બે ઇંચ વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં એક ઇંચ કરતાવધારે વરસાદ થયો છે. આગામી ૨૪ કલાકમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધારે વરસાદ થયો છે. ઉત્તર ભારતમાં પણ વરસાદ જારી રહી શકે છે. મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આજે સવારે પણ વરસાદ જારી રહ્યો હતો. જો કે નિયમિત ગાળામાં બ્રેકની સ્થિતી રહી હતી. જેથી લોકોને આંશિક રાહત થઇ હતી અરબી દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સતત વરસાદ પડી રહ્યો છે. રાજુલા શહેરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. અતિ ભારે વરસાદના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે સૌરાષ્ટ્રમાં ભારે મેઘમહેર જારી રહેતા એકબાજુ ખુશી છે તો બીજીબાજુ પરેશાની પણ વધી રહી છે. લિલિયામાં પાંચ ઇંચથી વધારે વરસાદ થયો છે. સાથે સાથે કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પડી શકે છે. જેના કારણે પાકને નુકસાન થવાની પણ દહેશત રહેલી છે. અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામતા લોકોએ વરસાદની મજા પણ માણી હતી. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત જારી છે. કેટલીક જગ્યાએ વઘારે વરસાદ થયો છે તો કેટલીક જગ્યાએ ઓછો વરસાદ થયો છે. લિલિયા પંથકમાં તો ચાર કલાકના ગાળામાં જ પાંચ ઇંચ વરસાદ થયોહતો.હવે વરસાદમાં બ્રેકની સ્થિતી છે પરંતુ કેટલાક વિસ્તારમાં હજુ પાણી ભરાયેલા છે. ભારે વરસાદના કારણે અમરેલીમાં જિલ્લામાં સ્થાનિક નદીઓમાં પુરની સ્થિતી સર્જાઇ ગઇ છે. ગોંડલમાં પણ ભારે વરસાદ થયો છે. વરસાના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વાલોડ ખુમચંદ પ્રાથમિક શાળા નજીક કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીમાં નવા અંડરપાસમાં પાણી ભરાઇ ગયા હતા.ગુજરાતમાં મેઘમહેર જારી રહી છે.
ગુજરાતમાં મેઘમહેર…
અમદાવાદ સહિત ગુજરાતના અન્ય ભાગોમાં હાલમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે.
ગઇકાલે દિવસ દરમિયાન વરસાદ રહ્યા બાદ મોડી રાત્રે અને આજે સવારમાં પણ અમદાવાદમાં વરસાદ જારી રહ્યો હતો.
વરસાદના કારણે જનજીવન પર અસર થઇ છે. મોડી રાત્રે અમદાવાદમાં ભારે વરસાદ થયો હતો.
નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. આજે સવારે પણ વરસાદ જારી રહ્યો હતો. જો કે નિયમિત ગાળામાં બ્રેકની સ્થિતી રહી હતી. જેથી લોકોને આંશિક રાહત થઇ હતી
વાલોડ ખુમચંદ પ્રાથમિક શાળા નજીક કમર સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here