અમદાવાદમાં વધુ ૧૬ના મોત

0
17
Share
Share

અમદાવાદ,તા. ૨૪

અમદાવાદ શહેરમા કોરોના ગ્રાફ અવિરત રીતે વધી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં નવા ૨૧૫ કેસો સપાટી પર આવ્યા છે. જ્યારે ૧૬ લોકોના મોત થયા છે. રાજ્યમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે જેના માટે અમદાવાદ વધુ જવાબદાર છે. કારણ કે અમદાવાદમાં જ વધુ કેસો નોંધાઇ રહ્યા છે. આંકડા પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં ૧૬ લોકોના મોત સાથે મોતનો આંકડો વધીને ૧૩૭૯ સુધી પહોંચી ગયો છે. કોરોના સામે જંગ જીત્યા બાદ ૪૦૧ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો જિલ્લામાં ૧૦ કેસ નોંધાયા છે અને એક મોત થયુ છે. અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૧૯૫૯૬ સુધી પહોંચી ગઇ છે. અમદાવાદમાં સ્વસ્થ થયેલા કુલ લોકોની સંખ્યા ૧૪૮૩૫ નોંધાઇ છે. ગુજરાતમાં જે મોત થયા છે તે પૈકી ૮૦ ટકા મોત એકલા અમદાવાદમાં થયા છે. અનલોકની શરૂઆત કરવામાં આવ્યા બાદ અમદાવાદમાં રેકોર્ડ બ્રેક કેસ સપાટી પર આવ્યા છે. જેના કારણે ચિંતા વધી ગઇ છે.  અમદાવાદમાં કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ સાથે સાથે સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ગુજરાતમાં રિક્વર થયેલા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. આ દર ૬૦ ટકાથી ઉપર પહોંચી ગયો છે. કોરોનાના વધતા કેસો અમદાવાદમાં હવે ચિંતા ઉપજાવે છે.  દેશના તમામ મહાનગરોમાં અમદાવાદમાં મોતનો દર પણ સૌથી વધારે થયેલો છે.  અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકોના મોત પણ થઇ રહ્યા છે. ગુજરાતમાં નોંધાઇ રહેલા કેસો પૈકી અમદાવાદમાં સૌથી વધારે કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં પણ અનલક હેઠળ મોટા ભાગના બજારો શરતી રીતે ખુલી ગયા છે. જેમાં માસ્ક ફરજિયાત છે. સાથે સાથે સોશિયલ ડિસ્ટેન્સિંગની બાબત પણ ફરજિયાત રાખવામાં આવી છે. તાજેતરના સમયમાં અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સૌથી વધારે પ્રમાણમાં આવી રહ્યા છે. અમદાવાદમાં દરરોજ રાજ્યમાં નોંધાઇ રહેલા કેસો પૈકી અડધાથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. અમદાવાદમાં કેસોમાં અવિરત રીતે વધારો થઇ રહ્યો છે.  અમદાવાદમાં હાલમાં જે પ્રકારની સ્થિતી છે તે જોતા એક સાથે સ્થિતીને હળવી કરવાની સ્થિતી દેખાઇ રહી નથી. જો કે જનજીવનને પાટા પર લાવવાના પ્રયાસ શરૂ થયા છે.  તંત્ર પણ ચિંતાતુર છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમા સ્થિતી સુધરી નથી.

અમદાવાદમાં કોરોના..

કુલ કેસોની સંખ્યા      ૧૯૫૯૬

કુલ મોતનો આંકડો     ૧૩૭૯

કુલ રિક્વર     ૧૪૮૩૫

૨૪ કલાકમાં કેસ       ૨૧૫

૨૪ કલાકમાં મોત      ૧૬

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here