અમદાવાદમાં ભીડ વાળી જગ્યા પર એસઆરપી અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો

0
15
Share
Share

અમદાવાદ,તા.૧૨

અમદાવાદમાં કોરોના કાળની વચ્ચે દિવાળીની ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ થઈ રહી છે. તે ઉપરાંત તહેવારમાં કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે. શહેરમાં ભીડભાડ વાળી જગ્યાઓ પર એસઆરપી અને હોમગાર્ડના જવાનોનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. છેડતીના બનાવો અટકાવવા માટે પોલીસ ખાનગી ડ્રેસમાં વોચ રાખી રહી છે. તહેવારના દિવસોમાં ચોરી અટકાવવા પોલીસે બંધ મકાન- દુકાનમાં પોલીસ પેટ્રોલીંગ વધારી દેવામાં આવશે.

ડીસીપી હર્ષદ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવવામાં આવ્યું હતું કે શહેરમાં પ્રદૂષણ મુદ્દે પેસો કંપની ગ્રીન મંજુરી વાળા ફટાકડા ઓછો અવાજ અને ઓછા પ્રદૂષણ વાળા હોવાની માન્યતા હોવાથી તેને ફોડવાની સૂચના આપવામાં આવી છે. તેમણે એવું પણ કહ્યું હતું કે શહેરમાં મોડી રાત સુધી બજારો ખુલ્લી રહેશે. તેમણે એવું પણ કહ્યું હતું કે પેસો કંપની દ્વારા માન્ય ફટાકડા ફોડી શકાશે.

જો અન્ય ફટાકડાનું વેચાણ થશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે. ફટાકડા ખરીદનાર ગ્રાહકોમાં ફટાકડા ફોડવા અંગે મૂંઝવણ વધી છે. એક તરફ ફટાકડાના જાહેરનામાને લઈ પોલીસ પણ મૂંઝવણમાં છે તો બીજી બાજુ ગ્રાહકોમાં પણ ગ્રીન ફટાકડા સિવાયની બ્રાન્ડના ફટાકડા હોય તો ક્યાં ફોડવા તે અંગે મૂંઝવણ ઉભી થઈ છે. પોલીસે માત્રે પેસો કંપનીના જ ફટાકડા ફોડવાની મંજુરી આપી છે. અને અન્ય ફટાકડાનું વેચાણ કરાશે તો જાહેરનામા ભંગનો ગુનો નોંધવાની પણ જાહેરાત કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here