અમદાવાદમાં ભાડે મળતી મોડિફાઈડ લિમોઝિન આરટીઓએ ડિટેઈન કરી

0
26
Share
Share

અમદાવાદ,તા.૩૦

શહેરના સુભાષબ્રિજ આરટીઓ દ્વારા ટાટા સૂમોને મોડિફાઈ કરીને બનાવવામાં આવેલી લક્ઝરી લિમોઝિન કારને જપ્ત કરી છે. આ કારનું ક્યાંય રજિસ્ટ્રેશન ના હોવા છતાં લગ્ન જેવા શુભ પ્રસંગોમાં એક દિવસના ૪૦ હજાર રૂપિયે ભાડે આપવામાં આવતી હતી. આ ઉપરાંત કાયદા મુજબ ભારતમાં મોડિફાઈ કારને મંજૂરી ના હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આરટીઓ ઈન્સ્પેક્ટર એપી પંચાલ પોતાની ટીમ સાથે સાણંદ ખાતે ચેકિંગમાં હતા. આ દરમિયાન મોડિફાઈ કરેલી લિમોઝિન કારને અટકાવી હતી. જ્યારે ડ્રાઈવર પાસે કારની ેઁંઝ્ર, પોલિસી અને આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ મળી આવ્યા નહતા.

આટલું જ નહીં, આ કારનું ક્યાંય રજિસ્ટ્રેશન જ ના હોવાથી ડિટેઈન કરવામાં આવી હતી. પંજાબ પાસિંગની પીબી-૧૦-સીવાય-૩૩૦૦ નંબરની કારની કિંમત અંદાજે ૨૦ લાખ રૂપિયા છે. આ કારનું આરટીઓમાં રજિસ્ટ્રેશન ના હોવા છતાં તે ૪૦ હજાર રૂપિયા ભાડે આપવામાં આવતી હતી. સુમો કારમાંથી મોડિફાઈ કરીને બનાવાયેલી આ કાર સાણંદમાં લગ્ન પ્રસંગ માટે ભાડે આપવામાં આવી હતી. મોડિફાઈ કરીને ફરતી ગાડીઓનું આરટીઓમાં  કોઈ રજિસ્ટ્રેશન જ નથી. જ્યારે નિયમ પ્રમાણે આવી કારને આરટીઓની માન્યતા ના હોવા છતાં આવી કારનો ઉપયોગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here