અમદાવાદમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, એક જ સોસાયટીમાં નોંધાયા ૨૭ કેસ

0
15
Share
Share

અમદાવાદ,તા.૧૧

રાજ્યમાં ધીરે-ધીરે કોરોનાનું સંક્રમણ ધટી રહ્યું છે પરંતુ હજી પણ કેટલાંક શહેરોમાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં. ત્યારે એવામાં અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી વંદે માતરમ સીટી સોસાયટીમાં માત્ર ૩ જ દિવસમાં કોરોનાના ૨૭ પોઝિટિવ કેસ સામે આવતા તંત્રમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. નોંધનીય છે કે, રાજ્યમાં ધીરે-ધીરે જ્યારે શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે લોકોમાં તાવ, શરદી, ખાંસી જેવા વાયરલ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. જેનાં લીધે શરદી, ખાંસીના કેસો વધતા લોકોમાં કોરોનાનો ડર ઊભો થયો છે. જેથી અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા ઊભા કરવામાં આવેલા કોરોના ટેસ્ટિંગ માટેના કેમ્પ બનાવવામાં આવ્યાં છે ત્યાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત કેટલાંક દિવસથી રાજ્યમાં કોરોનાના દરરોજ નોંધાતા કેસોની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોના કેસોમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલ સાંજ સુધીના કોરોનાના આંકડાઓ જોઇએ તો રાજ્યમાં નવા ૧૦૪૯ પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેના લીધે ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૮૨,૭૧૯ એ પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં વધુ ૫ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૭૩ એ પહોંચ્યો છે. જ્યારે છેલ્લાં ૨૪ કલાકમાં ૮૬૯ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે બીજી બાજુ સારા સમાચાર એ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૧૧ ટકા છે. જ્યારે રાજ્યમાં ૫૨,૯૬૦ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

રાજ્યમાં ૫ દર્દીઓએ દમ તોડતા ગઇ કાલે અમદાવાદ કોર્પોરેશન ૩, રાજકોટ ૧, સુરત કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ, વિતેલાં ૨૪ કલાકમાં કુલ ૫ લોકોના મોત નિપજ્યા છે. જેથી ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૭૭૩ એ પહોંચ્યો છે. એવામાં અમદાવાદના ગોતામાં આવેલી વંદે માતરમ સીટી સોસાયટીમાં માત્ર ૩ જ દિવસમાં કોરોનાના ૨૭ પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર ચિંતામાં મુકાઇ ગયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here