અમદાવાદ,તા.૧૬
અમદાવાદમાં પણ એસવીપી હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે આજથી વેક્સીનના ડોઝ આપવાની શરૂઆત કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય સચિવ જયંતી રવિની હાજરીમાં વેક્સીન આપવાનો પ્રારંભ કરાયો હતો. જેમાં સૌથી પહેલી વેક્સીન એનએચએલ મેડિકલ કોલેજના ડીન ડો. પ્રતિક પટેલે લીધી હતી. એસવીપી હોસ્પિટલમાં સૌથી પહેલી રસી લેનાર એનએચએલ મેડિકલ કોલેજના ડીન ડો.પ્રતિક પટેલે જણાવ્યું કે, માનસિક સ્થિતિ વિશે મને શંકા નથી. દુનિયાની ૬૦ ટકા રસી સિરમ ઈન્સ્ટિટ્યૂટ સપ્લાય કરે છે. માનસિક રીતે હું સ્ટેબલ છું કે મારે વેક્સીન લેવાની છે. મારા ૩૫૦૦ સ્ટુડન્ટ્સ હાલ ગુજરાતમાં અલગ અલગ હોસ્પિટલમાં સેવામાં છે.
તેમનામાં ડર હોય તો મારા જેવા સિનિયર ડોક્ટર રસી લે તો તેમના તમામ ડાઉટ ક્લિયર થઈ જાય. હું કોઈ અસસમંજસમાં ન હતો. રસી એટલે સામાન્ય ઈન્જેક્શન, રસીથી કોઈ અલગ સ્થિતિ નથી બનતી. રસી લેવાનું કારણ એ છે કે, પાછળની કોરોનાવાળી સ્થિતિમાં પ્રિવેન્શન મળે. માનસિક સ્થિતિ સ્ટ્રોંગ હોવી જોઈએ. તમે કંઈક કરવા જાઓ છો તેવું વિચારવુ જોઈએ. તો આ ઉપરાંત એસવીપી હોસ્પિટલના સુપરિડેન્ડન્ટ ડો.સંદીપ મલ્હાને પણ પહેલો ડોઝ લીધો હતો. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ ઉભા રહીને પહેલી કોરોના વેક્સીન આપવાની પ્રક્રિયા નિહાળી હતી.
તો સાથે જ વેક્સીન લેનારાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. તો બીજી તરફ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રસીકરણનો પ્રારંભ થતાની સાથે જ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર નિયતિ લાખાણીએ પ્રથમ રસી લીધી. બીજા નંબરે ડોક્ટર કલ્પેશ પરીખ દ્વારા રસી લેવામાં આવી હતી. આ બંને રસી લેનાર લોકો એક સામાન્ય રસી લેતા હોય તેવી અનુભૂતિ થતી હોવાની વાત કરી. તો રસી લીધા પછી ઝી ૨૪ કલાક સાથેની ખાસ વાતચીતમાં સૌને રસી લેવી જોઈએ તે પ્રકારની પણ અપીલ કરી છે.