અમદાવાદમાં પાર્શ્વનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણકની ભક્તિપૂર્વક ઉજવણી થઈ

0
16
Share
Share

સ્ટેડિયમ ખાતે દક્ષિણાવર્તી શંખ દ્વારા અભિષેક, આંગી અને ૧૦૮ ગુલાબ દ્વારા પૂજા થઈ

અમદાવાદ, તા.૨૯

પાર્શ્વનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણકના દિવસે સોમવારે વર્તમાન મહામારીની પરિસ્થિતિને પગલે પોતાના ઘરે જ જાપ, આરાધના કરી હતી. સોશિયલ મીડીયા દ્વારા ભગવાનની આંગીની તસવીરોનાં દર્શન પણ ભક્તોને થયા હતા.

અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ચાતુર્માસાર્થે બિરાજમાન જૈન મુનિ પૂજ્ય નયશેખર વિજયજી મ.સા. અને પૂજ્ય મુનિ શૌર્યશેખર વિજયજી મ.સા.ની નિશ્રામાં મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની ભવ્યાતિભવ્ય અંગરચના કરવામાં આવી હતી. આ પહેલા પાર્શ્વનાથ પ્રભુનુ અનુષ્ઠાન પણ કરવામાં આવ્યું હતુ. જે અંતર્ગત દક્ષિણાવર્તીશીખ દ્વારા અને ૨૭ વખત ઉવસગ્ગહરં સ્તોત્રના માઘ્યમથી શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનો અભિષેક થયો હતો. ત્યારબાદ ફળ, નૈવેદ્ય અને ૧૦૮ ગુલાબના પુષ્પ દ્વારા પૂજા કરવામાં આવી હતી.

આ પ્રસંગે સ્ટેડિયમ દેરાસરના ટ્રસ્ટી શૈલેષભાઈ શાહે જણાવ્યું કે કલિકાલ કલ્પતરૂ અને શંખેશ્વર મહાતીર્થના મૂળનાયક પાર્શ્વનાથ પરમાત્માના નિર્વાણ કલ્યાણકના દિવસે ભાવિકોએ તેમનુ સ્મરણ, જાપ આદિ આરાધના કર્યા હતા. પાર્શ્વનાથ પરમાત્માનો મહિમા અચિંત્ય છે અને તેઓ ભક્તોની સહાય કરવા તરત આવે છે જેને કારણે વર્તમાન કાળમાં પાર્શ્વનાથ ભગવાનના અનેક તીર્થો સમગ્ર ભારતભરમાં છે. આજના નિર્વાણ કલ્યાણકના દિવસે પરમાત્મા પાસે આપણે એ જ પ્રાર્થના કરીએ કે આ કોરોના મહામારી ઝડપથી દૂર થઈ જાય. સુખ-શાંતિથી આપણે સૌ ધર્મ, આરાધના કરી શકીએ અને દિન-પ્રતિદિન સર્વાંગી પ્રગતિ કરી શકીએ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here