અમદાવાદમાં ત્રણ દિવસમાં ૧૨ લોકોએ આપઘાત કરી લેતા ચકચાર મચી

0
32
Share
Share

અમદાવાદ,તા.૨૪

ભારતમાં દરરોજ સરેરાશ ૩૫૦થી વધુ લોકો આપઘાત કરે છે અને આપઘાત પાછળનું કારણ પણ અલગ અલગ હોય છે. અમદાવાદમાં માત્ર ૩ દિવસમાં ૧૨ આપઘાતના કિસ્સા સામે આવ્યા છે. લોકડાઉન આવતા જ આર્થિક મંદી આવી છે. જેમાં લોકો બેરોજગાર, આવક ઓછી, ઘરેલુ કંકાસ અને માનસિક તણાવનો શિકાર બન્યા છે. જેના કારણે અંતિમ ઉપાય આપઘાત સમજીને લોકો ખૂબ જ સરળતાથી જીવન ટૂંકાવી દે છે.

શહેરના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ કારણસર ૧૨ લોકોએ આત્મહત્યા કરી હોવાનું પોલીસ ચોપડે નોંધાયુ છે. લોકડાઉન બાદ આત્મહત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. માત્ર ૧૭ સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધીમાં જ ૧૨ આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. જે બનાવ શહેરના સોલા, સરખેજ, શાહીબાગ, કૃષ્ણનગર, ઓઢવ, રામોલ, વટવા, દરિયપુર, નિકોલ, નારોલમાં એમ કુલ ૧૨ આત્મહત્યાના બનાવ બન્યા છે.

આત્મહત્યાના બનાવમાં ૨ મહિલાઓ ૯ પુરુષ અને ૧ સગીરા છે. જે વિસ્તારોમાં બનાવ બન્યા છે ત્યાં મોટા ભાગે મજૂર વર્ગની પ્રજા રહે છે અને મજૂરી કે છૂટક કામ કરીને ગુજરાન ચલાવે છે. એટલે મોટા ભાગના બનાવમાં આત્મહત્યા પાછળનું કારણ આર્થિક સંકડામણ સામે આવ્યું છે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં બનેલા બનાવમાં ઘર કંકાસનું કારણ સામે આવ્યું છે. તો કેસમાં સામાન્ય કારણ જોવા મળે છે.

લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં હોવાને કારણે આત્મહત્યાના કિસ્સા ઓછા જોવા મળ્યા હતા. પરંતુ લોકડાઉન બાદ મંદીનો માહોલ જોવા મળ્યો છે જેના કારણે આર્થિક સંકડામણ અને અન્ય કારણથી આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here