અમદાવાદમાં ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ

0
22
Share
Share

અમદાવાદ,તા.૨૩
ગુજરાતની ૬ મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગુજરાત કોલેજ ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. અમદાવાદની ગુજરાત કોલેજમાં મતગણતરી ચાલી રહી છે, ત્યારે અહીં ઉપસ્થિત ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. કોંગ્રેસ કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે, ભાજપના કાર્યકર્તાઓ મત ગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ સાથે જઈ રહ્યાં છે.
જ્યારે અમે વાંધો ઉઠાવ્યો, ત્યારે તેમણે ઝપાઝપી કરી હતી. હાલ પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો છે. મોડી રાત્રે ઈવીએમમાં ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા.
જ્યાં સુત્રો પોકારીને હોબાળો મચાવતા થોડીક ક્ષણો માટે તંગદીલી છવાઈ હતી. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે કોલેજ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here