અમદાવાદમાં કોરોનાને રોકવા માટે હવે AMC કરશે રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ

0
8
Share
Share

મોડાસા,તા.૩૦

કોરોનાના ઝડપી અને વધુ ટેસ્ટ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. સોમવારે મ્યુનિસિપલ કમિશનર સાથે હેલ્થ ઓફીસરની બેઠક મળી હતી ત્યારબાદ દરેક ઝોનના હેલ્થ ઓફીસરની પણ બેઠક યોજવામાં આવી હતી જેમાં રેપિડ ટેસ્ટની વાત કરવામાં આવી છે. સૂત્રોનું માનીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા ૨૦,૦૦૦ જેટલી રેપીડ કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.

અને આગામી બે ત્રણ દિવસમાં તે અમદાવાદ આવી જશે. આ કીટ સ્વદેશી છે. ગોરેગાંવની એક કંપની દ્વારા આ કીટ બનાવવામાં આવી છે. દિલ્હીમાં તેનો સફળ પ્રયોગ કર્યા બાદ અમદાવાદમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. ખાસ કરીને જે કન્ટેન્મેન્ટ વિસ્તારો છે ત્યાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવા માટે આ કિટનો ઉપયોગ કરાશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here