અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરીયા વધ્યા

0
15
Share
Share

અમદાવાદ,તા.૨

છેલ્લા ઘણા દિવસથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનનો વધારો થઇ રહ્યા છે. કોરાનાના વધુ નવા કેસ નોંધાતાં ૧૨ નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં ૩૦૧ માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અમલમાં છે. જેમાં સાઉથ ઝોન ૧, ઇસ્ટ ઝોનમાં ૫, વેસ્ટ ઝોનમાં ૩, અને નોર્થ વેસ્ટ ઝોનના ૩ વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કોરોનાના કેસ વધતા મકાનોને કન્ટેન્ટ મેન્ટ જાહેર કરી દેવાયા છે. ચાંદલોડિયાની શ્રીજી રેસિડેન્સીના ૧૧૩ ઘરમાં રહેતા ૪૦૦ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. ઓઢવની કમલેશ પાર્કમાં ૩૦ ઘરના ૧૫૫ લોકો, સગુના પાર્ક ૧૩૨ લોકોને માઇક્રો કન્ટેન્ટ મેન્ટમાં મુકવામાં આવ્યા છે.

જે રીતે અમદાવાદમાં ફરી કોરોનાનો ડર વધી રહ્યો છે, ત્યારે રમોલની શ્રીનંદ સિટી પાર્ક ૧૪૮ લોકો, શાલિન હાઇટ્‌સના બ્લોકમાં ૧૦૪ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયા છે. ઉપરાંત થલતેજ વિસ્તારમાં લા હબિતતમાં ૧૪૦ લોકોને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here