અમદાવાદમાં કારચાલકો એકલા હશે તો પણ માસ્ક કરાયું ફરજીયાત

0
24
Share
Share

અમદાવાદ,તા.૧૭

અમદાવાદમાં એકલા કારમાં જઇ રહ્યા હોવ ત્યારે પણ માસ્ક પહેરવું પડશે તેવું શહેર પોલીસ કમિશ્નરે સ્પષ્ટતા કરતો પત્ર બહાર પાડ્યો છે. જેના પ્રમાણે, અમદાવાદ શહેરમાં કારચાલકો એકલા હશે તો પણ માસ્ક પહેરવું પડશે. અત્યાર સુધી એવું હતું કે એક વ્યક્તિ કારમાં સવાર હોય તો માસ્ક આવશ્યક નહતું. પરંતુ આરોગ્ય મંત્રાલય તરફથી મળેલી સૂચના મુજબ ગૃહ મંત્રાલયના નિર્દેશથી અમદાવાદ પોલીસે આ સ્પષ્ટતાનો વિસ્તૃત પત્ર બહાર પાડ્યો છે. જેના પગલે રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહનોના ચાલકો અને મુસાફરોએ માસ્ક પહેરવું પડશે. જો કોઇ વાહનચાલક તથા તેમાં મુસાફરી કરતા મુસાફરો માસ્ક વગર પકડાશે તો બંને પાસેથી નિયત કરાયેલી દંડની રકમ વસુલાશે.

રાજ્યના ગૃહવિભાગે જાહેર સ્થળો, કાર્યસ્થળો, મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું છે. જે માટે ફોર વ્હિલર, રિક્ષા, ટેક્સી, કેબ, સરકારી કે ખાનગી વાહન ચાલકોના ડ્રાઇવર એકલા મુસાફરી કરી રહ્યા હોય તે છતાં પણ તેમના માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. આ પહેલા મે ૨૦૨૦માં ગૃહ વિભાગ-ગુજરાત સરકારના હુકમથી ફોર વ્હિલરમાં મુસાફરી દરમિયાન વાહન ચલાવનાર એક જ વ્યક્તિ હોય તો મુસાફરી દરમિયાન તેમને ચહેરાને માસ્ક/કપડાં કે અન્ય રીતે ઢાંકવાથી મુક્તિ અપાઇ હતી.

પરંતુ હવે રિક્ષાચાલકો, ટેક્ષી, કેબ ડ્રાઇવર્સ, સરકારી-ખાનગી વાહનોના વાહનચાલકો અને મુસાફરોએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે. એક તરફ જ્યારે દેશભરમાં કોરોના સામે લડવા માટે તેની રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે દેશના તમામ લોકોને સરકાર અને તંત્ર વિવિધ માધ્યમો દ્વારા તેમને માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here