અમદાવાદમાં કર્ફ્યૂની જાહેરાતથી ડરનો માહોલ, બજારોમાં લાગી લાંબી કતારો

0
16
Share
Share

અમદાવાદ,તા.૨૦
અમદાવાદમાં આજે રાત્રિના ૯.૦૦ વાગ્યાથી લઈને સોમવારે સવારે ૬.૦૦ વાગ્યા સુધીનો ૬૦ કલાકનો કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કર્ફ્યૂની જાહેરાતના પગલે અમદાવાદ શહેરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં અચાનક ભીડ વધી છે. લોકો લૉકડાઉનની બીકે પેનિંક બાઇંગ કરી રહ્યા છે. અમદાવાદની શાક માર્કેટોથી લઈને સુપર માર્કેટ સુધી લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોને લાંબા લૉકડાઉનનો ભય સતાવી રહ્યો છે, જ્યારે સરકારે આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે લૉકડાઉનની વાત અફવા છે. શહેરના શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા ડી માર્ટ બહાર અચનાક લોકોની ભીડ જામી ગઈ હતી.
લોકો પેનિંક બાઇંગ માટે લાંબી કતારોમાં ઊભા રહ્યા હતા. અમદાવાદનીઓને લૉકડાઉનનો ભય સતાવી રહ્યો છે. બીજી બાજુ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ડરના કારણે લોકો મોટી સંખ્યામાં ટેસ્ટીંગ માટે નીકળી પડ્યા છે. જોકે, ટેસ્ટીંગની સુવિધા ફ્રી અને સરળ છે ત્યારે ટેસ્ટ કરાવવામાં કોઈ સમસ્યા નથી પરંતુ તેના માટે પણ લાંબી કતારો લાગતા દરેક ડોમમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી ખાતેથી પત્રકારોને જણાવ્યું કે ’લોકો ડરનો માહોલ ન રાખે રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા માત્ર અમદાવાદ શહેરમાં ૬૦ કલાકનો કર્ફ્યૂ લગાડવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લગાડવાની વાત અફવા છે, લોકો કોરોના સામે સાવચેતી રાખે, માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને વારંવાર સાબુથી હાથ ધોવે. સરકારે તકેદારીના ભાગરૂપે વ્યવસ્થાઓ કરી છે. નાગરિકો અફવાથી દૂર રહે.
શહેરના અખબારનગર ટેસ્ટિંગ સેન્ટર પર પણ ભીડ જોવા મળી હતી. અહીંયા પણ સવારથી મહિલાઓ અને પુરૂષો બાળકો સાથે ટેસ્ટ કરાવવા માટે આવી પહોચ્યા હતા. શહેરમાં ચોમેર ટેસ્ટીંગ માટે સંખ્યામાં ઊછાળો જોવા મળ્યો હતો. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ૪૧ દિવસ પછીનો સૌથી મોટો ઊછાળો જોવા મળ્યો છે. એક બાજુ અમદાવાદમાં ૫૭ કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે તો બીજી બાજુ સરકારે સ્વાસ્થ્ય સેવાઓને પણ સઘન બનાવવાની કવાયત કરી છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા અમદાવાદ શહેરની સરકારી હૉસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર માટે બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોનાવાયરસના દર્દીઓની સારવાર માટે ૯૦૦ બેડ વધારવામાં આવશે જ્યારે સરકારે ૩૦૦ વધુ ડૉક્ટરો અમદાવાદને ફાળવવાનો નિર્ણય કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here