અમદાવાદમાં કડાકા સાથે ધોધમાર વરસાદ, નર્મદા ડેમ છલોછલ ભરાયો

0
16
Share
Share

અમદાવાદ,તા.૧૫

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વસ્ત્રાપુર, બોડકદેવ, સેટેલાઈટ, શાહીબાગ, વિજય ચાર રસ્તા, રાણીપ, ચાંદલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં મેઘો મહેરબાન થયો છે. શહેરમાં ધોધમાર વરસાદ પડતા લોકોએ કાળઝાળ ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી બાજુ અમદાવાદમાં જ નહીં, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.

અમરેલીના વિટ્ઠલપુરામાં ગઈકાલે સાંજે ૬ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આજે પણ ત્યાં વરસાદ છે, હાલ ભારે વરસાદના કારણે ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અમરેલીના વિઠ્ઠલપુરામાં ખેતરોમાં વરસાદી પાણી ભરાતા દરિયા જેવો માહોલ બનેલો છે. વિઠ્ઠલપુરના ખેતરો પાણીથી તરબોળ થતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. વિઠ્ઠલપુરમા પંદરસો એકર જમીનમા વાવેતર કરાયેલ કપાસ અને અન્ય પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ગામના ખેડૂતોએ રી સર્વે કરી સંપૂર્ણ નુકસાનનું વળતર ચૂકવવા માંગણી કરી છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર છલોછલ ભરાઈ ગયો હોવાના અહેવાલ મલી રહ્યા છે.

આ સિઝનમાં પ્રથમવાર ડેમ સંપૂર્ણ ભરાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી ૧૩૭.૯૯મીટરે પહોંચી જશે. સરદાર સરોવર છલોછલ ભરાઈ જતા નર્મદા નિગમના તમામ અધિકારીઓ સ્ટેન્ડ બાય નર્મદા ડેમ પર ગોઠવાઈ ગયા છે. આ સીઝનમાં પ્રથમવાર નર્મદા મહત્તમ સપાટી પર પહોંચ્યો છે ત્યારે ઉપરવાસમાંથી આવનારી પાણી આવક પર તંત્ર વોચ રાખી રહ્યું છે. સરદાર સરોવરમાં હાલ પાણીની આવક ૫૫૨૧૩ ક્યુસેક, જ્યારે રિવર બેડ પાવરના ૬ યુનિટ સતત ચાલતા ૫૪૭૦૧ ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠલવાઇ રહ્યું છે. મુખ્ય કેનાલમાં ૧૩,૫૦૦ ક્યુસેક પાણી છોડાય રહ્યું છે. હાલ સરદાર સરોવરમાં પાણીનો જીવંત જથ્થો ૫૯૩૫ મિલીયન ક્યુબીક મીટર થયો છે એટલે આમ ચોક્કસ કહી શકાય કે આવનારા બે વર્ષ માટે આ નર્મદા બંધમાંથી પાણીનો જથ્થો ખૂટે નહીં એટલો સંગ્રહિત જથ્થો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here