અમદાવાદમાં એક તરફ કોરોના ટેસ્ટ માટે લાઈન, બીજી તરફ બજારમાં લોકોની ભીડ

0
16
Share
Share

અમદાવાદ,તા.૧૧

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમો વધારો થઈ રહ્યો છે તેની સામે દર્દીઓનો રીકવરી રેટ પણ સારો છે. ત્યારે લોકોમાં જાણે કોરોનાનો ડર જ નથી રહ્યો એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે એક તરફ સઘન ટેસ્ટિંગની વાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, જેની વચ્ચે આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી કે ઉધરસ ધરાવતા લોકોના જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં કોરોના ટેસ્ટ માટે ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં હવે ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપી રવાના કરી દેવામાં આવે છે.આ બધાની વચ્ચે હવે માત્ર લક્ષણો ધરાવતાં લોકોનાં જ ટેસ્ટ થઈ રહ્યાં છે જેના કારણે બજારોમાં પણ સામાન્ય લક્ષણો ધરાવતાં કોરોનાગ્રસ્ત લોકો ભીડમાં ફરી રહ્યાં હોવાની શક્યતાઓ છે. કે ઉપરાંત બહારથી અમદાવાદમાં ખરીદી માટે આવતા સુપર સ્પ્રેડર બનશે તો રાજ્યમાં કોરોનાની તીવ્રતા વધી શકે છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી જ્યાં રેપિડ ટેસ્ટ થઈ રહ્યાં છે ત્યાં ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. પરંતુ આજે અહીં આવનાર દરેકના રેપિડ ટેસ્ટ થતાં જ નથી અને માત્ર લક્ષણો હોય તેવા લોકોના જ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ શહેરના મોલ અને જાણીતા બજારોમાં પણ ખરીદી માટે લોકો આવી રહ્યા છે પણ સવારના સમયે અહીંયા લોકોની સામાન્ય અવર જવર હોય છે.તેની સાથે મોલમાં બજારોની સંખ્યામાં ભીડ ઓછી જોવા મળે છે.અમદાવાદના આલ્ફા ૧ મોલમાં આજે સવારે ખરીદી માટે લોકોની સામાન્ય અવર જવર હતી.તેની સાથે મોલમાં પ્રવેશતા તમામ લોકોના ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે.તેની સાથે સેનેટાઈઝર પણ આપવામાં આવે છે. મોલમાં લોકોને સાવચેતીના ભાગ રૂપે નિયમો પ્રમાણે સેનેટાઈઝર અને ટેમ્પરેચર માપવાનું કાર્ય ચાલું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here