અમદાવાદમાં એએમટીએસ કરફ્યુના બંને દિવસ રહેશે બંધ

0
23
Share
Share

અમદાવાદ,તા.૨૦
કોરોનાના વધી રહેલા ચેપના પગલે સરકારે અમદાવાદમાં શુક્રવાર રાત્રિથી સોમવાર સવારના છ વાગ્યા સુધીના બે દિવસના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પગલે અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) કરફ્યુના બંને દિવસ બંધ રહેશે. એએમટીએસ આજ રાતના આઠ વાગ્યાથી બંધ થઈ જશે. હાલના સમયમાં એએમટીએસની બસો જુદા-જુદા ૬૩૫ રુટ પર ચાલે છે. સરકાર છૂટ આપશે તો રેલવે સ્ટેશન અને એરપોર્ટના રુટ ચાલુ રાખવામાં આવશે અથવા તો સ્પેશિયલ બસો મૂકવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદમાં કોરોના વકરતા સરકારે આજ રાતના નવ વાગ્યાથી એસટી સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આના પગલે રાતના નવ વાગ્યા પછી એસટી બસો અમદાવાદમાં નહી પ્રવેશી શકે અને બહાર પણ નહીં જઈ શકે.
આગામી નિર્ણય જાહેર ન થાય ત્યાં સુધી આ નિર્ણય અમલી રહેશે. સરકારના આ નિર્ણયના પગલે અમદાવાદના ગીતામંદિર એસટી સ્ટેશન પર યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. તેમા સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા હતા. અમદાવાદ આવેલા લોકોએ રીતસર પરત ફરવા માટે ગીતામંદિર સહિતના મોટા એસટી સ્ટેન્ડ્‌સ તરફ દોટ લગાવી હતી. તેના પગલે અમદાવાદના ગીતામંદિર સાથેના વિવિધ એસટી સ્ટેન્ડ પર ભારે ધસારો જોવા મળ્યો હતો. તેની સાથે નિયમોના પાલનની વાત તો દૂર પણ નિયમ જેવું જ કશું દેખાતું ન હતું. આ સંજોગોના કોરોના ફેલાતો ક્યાંથી અટકે. આ રીતે એસટીમાં જનારા પ્રવાસીઓ જ્યાં-જ્યાં પણ જાય તે પોતાના વિસ્તારમાં સુપરસ્પ્રેડર બની શકે છે. દિવાળીના તહેવાર પછી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાથી પરિસ્થિતિ વધારે ગંભીર થઈ છે.
સરકારે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને શુક્રવારે રાતે નવ વાગ્યાથી ૨૩મીએ સોમવારે સવારે છ વાગ્યા સુધીના ૫૭ કલાકના કરફ્યુની જાહેરાત કરી છે. તેના પછી સરકારે ગઈકાલે ૨૩મીથી શાળા કોલેજો શરૂ કરવાની હતી તે નિર્ણય પર બદલતા શાળા કોલેજોને આગળ જાહેરાત થાય નહીં ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આના પછી હવે શહેરમાં આજ રાતથી સોમવાર સવાર સુધી જી્‌ બસની સેવા બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાત્રે નવ વાગ્યા પછી શહેરમાં જી્‌ બસ નહીં પ્રવેશી શકે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here