અમદાવાદમાં આવતીકાલે રાતના ૯ વાગ્યાથી સોમવાર સવારના ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂ

0
16
Share
Share

અમદાવાદતા. ૧૯

કોરોનાએ ફરી માથું ઉંચકતા નિયંત્રણ માટે પ૭ કલાકનો સળંગ કર્ફયુ જાહેર

રાજયમાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા તેમજ દિવાળીના તહેવારો સંપન્ન થતાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યામાં છેલ્લા એક પખવાડીયાથી સતત વધારો થઇ રહેલ હતો પરંતુ ગત સપ્તાહમાં ધીમે ધીમે કોરોનાએ ફરી ઝડપ પકડતાં ખાલી પડેલ હોસ્પિટલોમાં સારવાર મેળવતા દર્દીઓની સંખ્યામાં સતત ઉછાળો આવેલ છે. દિવાળીના મીની ેકેસન બાદ કોરોનાની સ્થિતી વધુ ખરાબ થતાં અમદાવાદ શહેરમાં શુક્રવારના રાત્રીના ૯ વાગ્યાથી સોમવારના વ્હેલી સવારના ૬ વાગ્યા સુધીના કર્ફયુ (સંચાર બંધ)ની અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. રવિવારે સ્થિતીની સમીક્ષા યોજયા બાદ નવો નિર્ણય લેવાશે.

અમદાવાદમાં અગાઉ રાત્રીનાં ૯ થી સવારના ૬ વાગ્યા સુધી કર્ફયુ લગાવવામાં આવેલ પરંતુ દર્દીઓની વધતી સંખ્યા બાદ પ૭ કલાકના કર્ફયુની જાહેરાત કરવામાં આવી છે. કર્ફયુ દરમ્યાન દુધ અને દવા તેમજ અન્ય જરૂરી સેવાને મુકિત આપવામાં આવેલ છે. લોકોને વર્તમાન સમયમાં જરૂરત ન હોય તો ઘરની બહાર ન નીકળવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here