અમદાવાદમાંથી ઝડપાયું હાઈપ્રોફાઈલ કુટણખાનું, ૧૧ યુવતીઓને મુક્ત કરાવી

0
27
Share
Share

અમદાવાદ,તા.૨૩

અમદાવાદ સહિત અનેક જગ્યાઓથી ગેરકાયદેસર ચાલતા કૂટણખાનાના પર્દાફાશ થતો હોય છે, ત્યારે સાંજે અમદાવાદના કૃષ્ણનગરમાંથી એક કૂટણખાનું ઝડપાયું છે. કૃષ્ણનગર પોલીસે આ ઘટનામાં ૩ મકાનમાંથી ૧૧ યુવતીઓને મુક્ત કરાવી છે. અહીં તેઓ પાસે દેહવેપાર કરાવવામાં આવતો હતો. આ ઘટનામાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે કૃષ્ણનગરમાં ૩ મકાન ભાડે રાખીને રાજુ યાદવ નામનો વ્યક્તિ છેલ્લાં કેટલાક સમયથી આ કૂટણખાનું ચલાવતો હતો. તે ૧૧ જેટલી યુવતીઓને ગોંધી રાખી તેમની પાસે અનૈતિક કામ કરાવવામાં આવતું હતું. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ઓડાના મકાન આવેલા છે, ત્યાં ઔડાના ૩ મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવતું હતું.

આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર રાજુ યાદવ નામના આરોપીએ મુંબઈ, મહારાષ્ટ્ર અને બંગાળથી યુવતીઓને બોલાવતો હતો અને તેમની પાસે અનૈતિક કામ કરાવતો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી બાબત તો એ સામે આવી છે કે, આરોપી રાજુ યાદવે કરારના આધારે આ મકાનોમાં પોતાનો કબજો કર્યો હતો. આ મકાનોમાં જ તેણે અનૈતિક પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, કૃષ્ણનગર પોલીસને બાતમી મળી હતી કે ઔડાના ૩ મકાનમાં ગેરકાયદેસર કૂટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો બહારથી બંધ હતો. અંદર મકાનમાં યુવતીઓને રાખવામાં આવી હતી. પોલીસ રૂમમાં અંદર પહોંચી તો ચોંકી ઉઠી હતી.

મકાનની અંદર ગ્રાહકોને વીઆઈપી જેવી સુવિધાઓ આપવામાં આવતી હતા. ઔડાના મકાનના રૂમોમાં એસી, એલઈડી ટીવી સહિતની સુવિધાઓ પણ રાખવામાં આવી હતી. કૃષ્ણનગર પોલીસે કાર્યવાહી દરમિયાન એક ગ્રાહકની પણ ધરપકડ કરી છે. પોલીસે કાર્યવાહી કરતા રોકડા રૂપિયા ૧૪,૫૪૦, ત્રણ એલઈડી ટીવી, ૫ એસી, ૧૨ મોબાઈલ અને ૧ રિક્ષા જપ્ત કરી છે. રાજુ યાદવ નામના શખ્સ કુટણખાનું ચલાવતો હતો તે વ્યક્તિ ફરાર થઈ ગયો છે. કૃષ્ણનગર પોલીસે કુટણખાનું પકડી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here