અમદાવાદની ૪ સ્કૂલે વ્હોટ્‌સએપનો ઉપયોગ બંધ કર્યો, ૨૪૩ વ્હોટ્‌સએપ ગ્રુપ્સ બંધ કર્યાં

0
28
Share
Share

અમદાવાદ,તા.૧૩

આંતરિક મેસેજ માટે વ્હોટ્‌સએપ પર આધાર રાખતી સ્કૂલો હવે નવી પ્રાઈવસી પોલિસીને લઈ વ્હોટ્‌સએપ છોડવા લાગી છે. અમદાવાદની ઉદગમ સ્કૂલ સાથે સંકળાયેલી ચાર સ્કૂલે વ્હોટ્‌સએપને બદલે કાયઝાલાનો ઉપયોગ શરૂ કર્યો છે. યુઝર્સ ડેટાની સલામતી અને ગોપનીયતાથી ચિંતિત બનેલી ઉદગમ કન્સલ્ટન્સી સાથે સંકળાયેલી અમદાવાદની ચાર સ્કૂલે વ્હોટ્‌સએપ પ્લેટફોર્મને તિલાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એમ કુલ ૪ સ્કૂલે વ્હોટ્‌સએપની તુલનાએ વધુ ઝડપી અને સુરક્ષિત એવી માઇક્રોસોફ્ટ કાયઝાલા મેસેજિંગ એપનો ઉપયોગ કરવાની શરૂઆત કરી છે.

વ્હોટ્‌સએપનો વપરાશ બંધ કરવાના નિર્ણય અંગેની માહિતી આપતાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે અમારા તાબા હેઠળની ચાર સ્કૂલમાં કુલ અલગ અલગ ૨૪૩ વોટ્‌સએપ ગ્રુપ્સ છે, જેનો આશરે ૧૩,૭૦૦થી વધુ વાલીઓ ઉપયોગ કરે છે. વ્હોટ્‌સએપે તેની નવી પ્રાઈવસી પોલિસીના માપદંડો સ્વીકારવાનું ફરજિયાત કર્યું છે. વ્હોટ્‌સએપની પેરન્ટ કંપની ફેસબુક વિરુદ્ધ પ્રાઈવસી મામલે વિશ્વભરમાં ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે, એવા સમયે વ્હોટ્‌સએપના ગ્રાહકોમાં એની પરનો વિશ્વાસ ઊઠી ગયો છે. અમારા માટે અમારા સ્ટાફ અને વાલીઓની ડેટા પ્રાઈવસી અને સુરક્ષા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, તેથી અમે વ્હોટ્‌સએપને તિલાંજલિ આપી માઇક્રોસોફ્ટ કાયઝાલામાં શિફ્ટ થવાનો નિર્ણય કર્યો છે.

કાયઝાલા પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે જાહેરાત પર આધાર રાખતી નથી. તે ડેટાની ગોપનીયતા અને સલામતીની જાળવણી કરવા માટે પ્રતિબદ્ધ છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન, સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના શિક્ષકો સ્ટાફ, સ્ટાફ મેમ્બર્સ અને વાલીઓને સ્કૂલના સત્તાવાર મેસેજીસ માટે વ્હોટ્‌સએપનો ઉપયોગ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમને તેમના ડેટાનો બેકઅપ લેવા અનેર્ ૈંંજી અને એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર મફતમાં ઉપલબ્ધ માઇક્રોસોફ્ટ કાયઝાલા એપ ઈન્સ્ટોલ કરવા જણાવ્યું છે. યુઝર્સને તમામ પ્રક્રિયામાં મદદ કરવા માટે એક્સપર્ટની ટીમ બનાવવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here