અમદાવાદના ૨૫૮ બાગ-બગીચા ૫ સપ્ટેમ્બરથી નાગરિકો માટે ખુલ્લા મૂકાશે

0
21
Share
Share

અમદાવાદ,તા.૦૩

રાજ્ય સરકારે અનલૉક-૪ની ગાઈડ લાઈન જાહેર કરતાં અમદાવાદમાં શનિવારથી (૫મી સપ્ટેમ્બર)તમામ ૨૫૮ ગાર્ડન લોકો માટે ખુલ્લા મુકાશે. આ ગાર્ડનમાં હાલ સેનિટાઈઝેશનની કામગીરી શરૂ કરાઈ છે. ગાર્ડનમાં કોઇ મેળાવડા કરીને સોશિયલ ડિસન્ટન્સિંગનો ભંગ થશે તો રોકાશે. જે બગીચામાં ગાર્ડની વ્યવસ્થા ન હોય ત્યાં પણ બગીચા વિભાગના સુપરવાઇઝર દ્વારા તપાસ કરાશે. ગાર્ડનમાં માસ્ક પહેર્યા સિવાય ફરતાં નાગરિકોને દંડ ફટકારાશે.

કોરોના ગાઈડલાઈન્સ પ્રમાણે ગાર્ડનમાં જતા પહેલા લોકોએ ખાસ કાળજી રાખવી પડશે. ગાર્ડનની મુલાકાતે આવનારા લોકોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહશે. તેની સાથે દરેક લોકોએ માસ્ક પણ ફરજીયાત પહેરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકડાઉન થયું ત્યારથી ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા છે. અનલોક ૪ની ગાઈડ લાઇન પ્રમાણે કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે.

જેને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરના તમામ ગાર્ડન ઓપન કરી દેવાશે.પરંતુ કોરોના વચ્ચે લોકોએ પણ તકેદારી રાખવી પડશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here