અમદાવાદના કોરોના દર્દીઓને કરમસદ, નડિયાદ જેવા શહેરોમાં દાખલ કરવાનું આયોજન શા માટે….?

0
22
Share
Share

દેશમાં કેટલાક રાજ્યોમાં કોરોનાએ પોતાનું વરવું સ્વરૂપ બતાવતા કેન્દ્ર સરકાર અને જે તે રાજ્ય સરકારોમાં ચિંતા ફરી વળી છે. કોરોના ફેલાતો રોકવા વિવિધ આકરા પગલા લેવા સાથે આમ પ્રજાને કોરોના નિયમોનું પાલન કરવા જરૂરી ચેતવણીઓ પણ આપી દીધી છે. ગુજરાતમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે. ૨૪૦૦ ઉપરાંત નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા શહેરમાં કોરોના ઝડપી ગતિએ ફેલાતા અમદાવાદ વિસ્તારમાં શુક્રવાર રાતથી કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો છે જેનો અમલ સોમવાર સુધી ફરજીયાત રહેશે. પરિણામે અમદાવાદ શહેરની પ્રજાએ કોરોના નિયમોનું ચુસ્તતાથી પાલન શરૂ કરી દીધું છે અને સમગ્ર અમદાવાદ સુમસામ ભાસી રહ્યું છે. નીરવ શાંતિ પથરાઈ ગઈ છે તેમ કહી શકાય તેમ નથી કારણકે રોજનું કમાઈને રોજ ખાનારાઓની હાલત કફોડી બની ગઈ છે. તેમાં પણ પરિવારના મોટેરાઓ ભૂખ્યા રહી શકે પરંતુ બાળકો ભૂખનું દુઃખ સહન ન કરી શકે એટલે તેઓની હાલત ખરાબ થઈ ગઈ છે…. જોકે નજીકની સોસાયટીઓ તેમજ રહેણાક વિસ્તારો તેઓને થોડી ઘણી ખાવા-પીવાની મદદ કરી છે છતાં તેમની પણ મર્યાદા છે. સરકારે મેડિકલ સ્ટોર્સ- દવા, દૂધ તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે છૂટ રાખેલ છે પરંતુ ગામડાની શાકભાજી શહેરમાં કઇ રીતે આવે…..? કારણ કર્ફ્યું….જે કારણે આમ પ્રજા પૈકી મોટાભાગના લોકો પરેશાન થઈ ગયા છે…. ત્યારે સરકારે કર્ણાટક સરકારની જેમ શાકભાજી વગેરે વેચાણ માટેના સ્ટોલ ઉભા કરી દેવા જોઈએ….જેમાં સરકારે નાણાં નથી રોકવા પડતા જો બાંધકામ કરી સ્ટોલ ઉભા કરે તો ભાડું મળે તે સાથે ગ્રામ્ય ખેડૂતના સંતાનને આવક પણ થાય….ત્યાં નક્કી કરેલા ભાવથી આમ પ્રજાને જરૂરી શાક બકાલા મળી જાય. કર્ફ્યૉ નાખવાની જાહેરાતના પગલે લોકો બજારમાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા ત્યાં શાક બકાલાનો વેપાર કરતાં વેપારીઓએ બેફામ ભાવ વધારો કરી દઇ આમ પ્રજાને લૂંટવાનું કામ કર્યું છે. ત્યારે હવે પછી સરકારે આ માટે યોગ્ય નિર્ણય કરવો જરૂરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોના કારણે ડૉક્ટર સુજીતસિહની આગેવાની હેઠળ ત્રણ ડોક્ટરોની ટીમ અમદાવાદ મોકલી છે જેને એસવીપી, સિવિલ હોસ્પિટલ સહિત કેટલીક હોસ્પિટલની મુલાકાત લઇને અધિકારીઓ સાથે બેઠક યોજીને  વર્તમાન સ્થિતિ, દર્દીઓ માટેની દવા-સુવીધા વગેરે માટે ગહન ચર્ચા થઇ હોવાનું બહાર આવ્યું છે……!

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ થવાનું કારણ દિવાળી તહેવારોની ભીડ બતાવાય છે…. પરંતુ ચૂંટણી દરમિયાન જે રેલીઓ નિકળી અને અનેક સભાઓ યોજાઈ અને તેમા પણ કોરોના નિયમોનું પાલન નહીવત કરીને…. તો શું કોરોના ફેલાવા માટે આ બાબત જવાબદાર નથી…..? તેવી સવાલી ચર્ચા આ પ્રજામાં ઉઠવા પામી છે. દરેક બાબતે આમ પ્રજાને દોષ આપવો એ કેટલું યોગ્ય છે…..? તો કોરોના સંક્રમિતોના આંકડા પણ શંકા ઉપજાવે છે……! કારણ અમદાવાદના દર્દીઓ માટે કરમસદ, નડિયાદ વગેરે નાના શહેરોમાં દાખલ કરવાની જાહેરાત કરી તેનો અર્થ શું સમજવો….? બાકી સરકારે ૭૦ જેટલી હોસ્પિટલો જાહેર કરેલ છે. જે કારણે આમ પ્રજાને સમજાતી નથી…! ખરેખર સાચી સ્થિતિ જાહેર કરવામા આવે  તો આમ પ્રજા વધુ જાગૃત રહેશે… બીજી તરફ સરકારે જરૂરી હતો તેથી રાત્રી કર્ફ્યુ અમદાવાદ, સુરત, વડોદરા રાજકોટ વગેરે શહેરોમાં નાખ્યો છે… પરંતુ જેને લગ્ન લીધા છે તેઓની હાલત કફોડી બની ગઈ છે.. કારણ મંડપ, લાઈટ ડેકોરેશન, જમાડવાની વ્યવસ્થા, વાડી વગેરે રાખી હોય તેના પૈસા એડવાન્સ આપ્યા હોય છે. હવે મંજૂરી માટે દોડવું પડશે તેવી હૈયા હોળી લગ્ન લેનારાઓમા છે. તો વાલીઓમા એવી ચર્ચાઓ છે કે દિલ્હી સરકારે ૩૧ ડિસેમ્બર સુધી શાળાઓ શરૂ નહી કરવા નિર્ણય કર્યો છે અને મુંબઈમાં પણ એવો નિર્ણય લેવાયો છે…. તો ગુજરાત સરકાર આવો નિર્ણય કેમ નથી લઈ શકતી…. શું સરકારનો કોઇ સ્વાર્થ છુપાયેલો છે…? કે પછી શાળા સંચાલકોનુ દબાણ છે….? કદાચ સરકારને અમારા બાળકોની ચિંતા નથી લાગતી…..! પરંતુ અમારે અમારાં સંતાનોને શાળાએ મોકલી કઈ રીતે જોખમ લેવું….?શાળાઓની જવાબદારી કેમ નહી….? કારણ આંધ્ર રાજ્ય અને હરિયાણાની શાળાઓમાં શાળાઓ શરૂ થયાના નહીંવત્‌ દિવસોમાં જે પ્રકારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના ની ચપેટમાં આવી ગયા તેમ ગુજરાતમાં નહીં બને તેની કોઈ ગેરંટી સરકાર આપશે ખરી……?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here