અમદાવાદથી ગોરખપુર માટે ચાલવાવાળી સ્પે. ટ્રેનના ટાઇમ ટેબલમાં ફેરફાર

0
15
Share
Share

રાજકોટ, તા. ૩૦

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા અને માંગ માટે અમદાવાદ થી ગોરખપુર જતી ટ્રેન નંબર ૦૯૦૮૯/૦૯૦૯૦ ૦૧જુલાઇ, ૨૦૨૦ થી અમદાવાદ-ગોરખપુર વિશેષ ટ્રેનના ટાઇમ ટેબલમાં બદલાવ કરવામાં આવી રહ્યોછે. મંડળ રેલ્વે પ્રબંધક દપક કુમાર ઝાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર ૦૯૦૮૯ અમદાવાદ-ગોરખપુર સ્પે. ટ્રેન ૧ જુલાઈ ૨૦૨૦ થી દરરોજ ૨૨ઃ૪૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે ૮ઃ૦૦ કલાકે ગોરખપુરપહોંચશે. વાપસી માં, ટ્રેન નંબર ૦૯૦૯૦ ગોરખપુર – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ગોરખપુર થી દરરોજ સવારે ૧૦ઃ૦૦ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે ૧૮ઃ૩૫ વાગ્યે અમદાવાદ પહોંચશે. આ વિશેષ ટ્રેન બદલાયેલ સમય મુજબ બંને દિશામાં વડોદરા, સુરત, ભુસાવલ, ખંડવા, ઇટારસી, જબલપુર, કટની, સતના, પ્રયાગરાજછીવકી, વારાણસી સ્ટેશનો પર રોકાશે.  આ ટ્રેનમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી અને સામાન્ય શ્રેણી (રિઝર્વ) કોચ હશે.  નોંધનીય છે કે આ ટ્રેન અમદાવાદ થી સુરત થઈને ચલાવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here