અભિષેક બેનર્જી માનહાનિ કેસઃ બંગાળ કોર્ટે અમિત શાહને સમન્સ ફટકાર્યું,૨૨ ફેબ્રુઆરીએ હાજર થવા આદેશ

0
25
Share
Share

કોલકાત્તા,તા.૧૯

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટ, વેસ્ટ બેંગાલે સમન્સ જાહેર કર્યુ છે. હકીકતમાં જોઈએ તો, મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદે શાહ વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન મજિસ્ટ્રેટે ગૃહમંત્રીને ૨૨ ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.

આપને જણાવી દઈએ કે, ૧૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ મિયોની એક રેલીમાં અમિત શાહે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી વિરુદ્ધ કૌભાંડ કર્યાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ અભિષેકે એમપી એમએલએ કોર્ટમાં માનહાનીનો દાવો કરતી અરજી દાખલ કરી હતી.

અભિષેકે કોર્ટને કહ્યુ હતું કે, શાહે મિયોને રેલીમાં મને બદનામ કરવાના ઉદ્દેશ્ય સાથે આરોપ લગાવ્યા હતા. આ રેલીમાં શાહે નારદા, સારદા, રોજ રેલી, સિંડિકેટ ભ્રષ્ટાચારથી ભત્રીજા અને મમતાજી સાથે જોડાયેલા હોવાની વાત કહી હતી.

ત્યારે હવે આ કેસને લઈને સુનાવણી દરમિયાન તેમને (શાહ)ને સમન્સ મોકલવામાં આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here