અભિયંતા દિન’ નિમિત્તે તંત્રજ્ઞાનમાં પ્રગત પ્રાચીન ભારત’ આ વિષય પર ઑનલાઈન’ વિશેષ સંવાદ !

0
35
Share
Share

પ્રાચીન ભારતીય વિજ્ઞાન-તંત્રજ્ઞાનને પુનરુજ્જીવિત કરવાની આવશ્યકતા ! – સદ્‌્‌ગુરુ ડો. ચારુદત્ત પિંગળે, હિંદુ જનજાગૃતિ સમિતિ

રાજકોટ તા.૧૬

ભારતીય સંસ્કૃતિ નિસર્ગને દેવ માને છે. આધુનિક વિજ્ઞાનના ભલે ગમે તેટલા ગુણગાન કરીએ, તો પણ તેને મર્યાદા છે. ભારતીય તત્ત્વજ્ઞાન અનુસાર ધર્મ અને વિજ્ઞાન એ પરસ્પર વિરોધી નથી. પ્રાચીન ભારતીય ઋષિઓએ આત્મસાક્ષાત્કારની પ્રક્રિયા દ્વારા વિજ્ઞાનના સિદ્ધાંત પ્રગટ કર્યા. તેને કારણે ભારતમાં શિલ્પશાસ્ત્ર, અગ્નિયાનશાસ્ત્ર, નૌકાનયનશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ગણિત, ખગોળશાસ્ત્ર ઇત્યાદિ અનેક શાસ્ત્રો અત્યંત પ્રગત હતા; પરંતુ મોગલ, અંગ્રેજ અને પરકીય આક્રમકોએ પ્રાચીન અમૂલ્ય ગ્રંથસંપદા નષ્ટ કરી, અનેક બાબતો ચોરી ગયા, સહસ્રો સ્થાનો નિયંત્રણમાં લીધાં. સ્વતંત્રતા ઉપરાંતના કાળમાં મેકોલે’ પ્રણિત શિક્ષણવ્યવસ્થાનો સ્વીકાર કરીને પ્રાચીન જ્ઞાનની ઉપેક્ષા કરવામાં આવી. આગળ સાચો ઇતિહાસ અને જ્ઞાન ભારતીઓ સુધી પહોંચવા દેવામાં આવ્યું નહીં. આ પ્રાચીન ભારતીય વિજ્ઞાન-તંત્રજ્ઞાન પરંપરાને પુનરુજ્જીવિત કરવાની આવશ્યકતા છે, એવું પ્રતિપાદન હિંદુ જનજાગૃતિ સમિતિના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્‌્‌ગુરુ ડો. ચારુદત્ત પિંગળેએ કર્યું. અભિયંતા દિન’ નિમિત્તે હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત પ્રાચીન ભારત : તંત્રજ્ઞાનમાં પ્રગત ભારત’ આ ઑનલાઈન’ વિશેષ પરિસંવાદમાં તેઓ બોલી રહ્યા હતા. ફેસબુક’ અને યુ-ટ્યૂબ’ના માધ્યમ દ્વારા આ પરિસંવાદનું સીધું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ પરિસંવાદ ૬૦ હજાર લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યો, જ્યારે ૨ લાખ ૨૮ હજાર લોકો સુધી આ કાર્યક્રમ પહોંચ્યો.

પ્રાચીન ભારતીય જ્ઞાન જો શીખવવામાં આવે, તો ભારત વિશ્વગુરુ તરીકે પુનર્સ્થાપિત થશે ! – વિજય કુમાર ઉપાધ્યાય ચાર વેદ એ જ્ઞાનના મૂળ સ્રોત છે. વેદોમાં બીજરુપથી રહેલા જ્ઞાનનો વેદાંગ, દર્શનશાસ્ત્ર, ઉપવેદ ઇત્યાદિમાં વિસ્તાર કર્યો છે; પણ દુદર્ૈંવથી આજે પ્રાચીન જ્ઞાનગ્રંથ અખંડિત રુપમાં ઉપલબ્ધ નથી. જે પ્રાચીન જ્ઞાન ઉપલબ્ધ છે, તે ક્રમિક પાઠ્યક્રમમાં શીખવવામાં આવતું નથી. તેમ જો થાય, તો ભારત વિશ્વગુરુ તરીકે પુનર્સ્થાપિત થઈ શકશે. ભારતીય દૃષ્ટિનો અભાવ, યથાર્થ શાસ્ત્ર વિશે અજ્ઞાન, કલુષિત હેતુ અને વિદેશી વિચારને કારણે આજે ભારતીય શાસ્ત્ર વિશે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવે છે. વિમાનશાસ્ત્ર એ કપોલકલ્પિત (કાલ્પનિક) હોવાનો ગેરપ્રચાર કરવામાં આવે છે; પણ આજના સમયમાં થયેલા સંશોધન દ્વારા પણ પ્રાચીન ભારતીય જ્ઞાનને પુષ્ટી મળી રહી છે. યુરોપમાં જે પ્રગતિ થયેલી જોવા મળી, તેની પાછળનું જ્ઞાન પરોક્ષ રુપથી ભારતમાંથી જ અરબ, પર્શિયા માર્ગથી યુરોપ પહોંચ્યું છે, એવું પ્રાચીન ભારતીય વિજ્ઞાન અને તંત્રજ્ઞાનના અભ્યાસક તેમજ લેખક શ્રી. વિજયકુમાર ઉપાધ્યાયે કહ્યું.

જર્મનીથી ગણિત તજ્‌જ્ઞ અને હિંદુ મેથેમેટિક્સ’ આ પુસ્તકના લેખક ડો. ભાસ્કર કાંબળેએ હિંદુ ગણિતમાંનું ટ્રિગ્નોમેટ્રી’ આ વિષય પર જાણકારી આપીને ગણિતનો ઉદ્‌્‌ભવ ગ્રીસમાં નહીં, જ્યારે ભારતમાં જ થયો હોવાનું કહ્યું. વિદેશી ગણિત તજ્‌જ્ઞોના હજારો વર્ષ પહેલાં શ્લોક અથવા સૂત્રો રુપથી જાણકારી આપનારા ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, માધવ, બ્રહ્મગુપ્તની જાણકારી ડો. કાંબળેએ આપી. તેમજ સદ્‌્‌ગુરુ (ડો.) પિંગળેએ પ્રાચીન નૌકાનયનશાસ્ત્ર, જ્યારે શ્રી. વિજય કુમાર ઉપાધ્યાયે શિલ્પશાસ્ત્ર વિશે પરિસંવાદમાં જાણકારી આપી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here