અભિનેત્રી મલાઈકા પુત્ર, ડોગીને મિસ કરી રહી છે

0
19
Share
Share

બંન્નેને હજુ થોડા દિવસ નહીં ભેટી શકું : મલાઈકા
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકા અરોરાનો હાલમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
મુંબઈ,તા.૧૫
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મલાઈકા અરોરાનો હાલમાં જ કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે આ અંગે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર માહિતી આપી હતી, સાથે જ જણાવ્યું હતું કે, તેનામાં કોઈ લક્ષણો દેખાઈ રહ્યા નથી. એક્ટ્રેસે આજે પોતાના દીકરા અરહાન ખાન અને ડોગીની તસવીર શેર કરી છે. એક્ટ્રેસ હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે અને તેના કારણે તે પોતાના દીકરા તેમજ ડોગીને મળી શકે તેમ નથી. તેણે બંને તેનાથી દૂર ઉભા હોય તેવી એક તસવીર શેર કરી છે. તસવીરની સાથે એક્ટ્રેસે લખ્યું છે કે, પ્રેમને સીમા હોતી નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ ક્વોરન્ટિનની વચ્ચે પણ અમે એકબીજાને જોઈએ છીએ અને વાતો કરીએ છીએ. હજુ થોડા દિવસો સુધી હું મારા બાળકોને ભેટી શકીશ નહીં તેનું દુઃખ છે. તેમના ચહેરાને જોઉ છું તો મને હિંમત મળે છે સાથે જ એક એનર્જી આવી જાય છે. એક્ટ્રેસે પોસ્ટ મૂકતાની સાથે જ તેની બહેન અમૃતાએ કોમેન્ટ કરી હતી. તેણે લખ્યું હતું કે, મને આ તસવીર ખૂબ ગમી મલ્લા. તો દીયા મિર્ઝાએ લખ્યું હતું કે, તને ખૂબ બધો પ્રેમ અને હગ મોકલી રહી છું. તો ફેન્સે પણ તે જલ્દી ઠીક થઈ જાય તેવી કોમેન્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સાત દિવસ પહેલા મલાઈકાનો રિપોર્ટ પોઝિટિવ આવવા પર તેણે કહ્યું હતું કે, આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પરંતુ હું તમને કહેવા માગુ છું કે હું ઠીક છું. મારામાં કોઈ લક્ષણો નથી અને દરેક નિયમોનું પાલન કરી રહી છું. ડોક્ટર અને અધિકારીઓના કહેવા પર ક્વોરન્ટિન રહીશ. હું દરેકને વિનંતી કરું છું કે સુરક્ષિત રહેશો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here