અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનો કોરોના રિપોર્ટ ત્રીજી વાર નેગેટિવ આવ્યો

0
22
Share
Share

મુંબઇ,તા.૧૬

બોલિવૂડની એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાએ સળંગ ત્રીજી વાર કોરોના વાયરસનો ટેસ્ટ  કરાવ્યો છે અને ત્રીજી વાર નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમની સહમાલિક પ્રિતિ ઝિન્ટા હાલમાં દુબઈમાં છે અને તે આઇપીએલની મેચ વખતે ટીમની સાથે રહેવાની છે. આ માટે તેણે બીસીસીઆઈના નિયમ હેઠળ વારંવાર કોરોના ટેસ્ટ કરાવવાના રહેશે. આમ ઝિન્ટાએ હજી બે વખત કોરોના ટેસ્ટ કરાવવાના બાકી છે.

પ્રિતી ઝિન્ટાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે સોફા પર બેઠેલી છે અને પીપીઈ કિટ પહેરેલી છે. ડોક્ટર તેને તપાસી રહ્યા છે. તેમે કેપ્શનમાં  લખ્યું હતું કે ત્રીજી વાર કોરોના ટેસ્ટ થયો અને રિપોર્ટ નેગેટિવ આવ્યો. હું ખુશ છું. હવે બે કોરોના ટેસ્ટ બાકી છે અને ક્વોરન્ટાઇનના બે દિવસ બાકી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here