અભિનેત્રી દિશા પટનીની ધમાકેદાર બટરફ્લાય કિક

0
21
Share
Share

કિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

બટરફ્લાય કિક માર્શલ આર્ટ્‌સમાં જમ્પિંગ કિક છે અને તેને નિગલ કિક તરીકે પણ ઓળખવામાં આવે છે

મુંબઈ,તા.૯

બોલિવૂડની એક્ટ્રેસ દિશા પટની તેની ફિટનેસને લઈને ખૂબ સજાગ છે. દિશા દરરોજ સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે બટરફ્લાય કિકનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. દિશા પટનીની બટરફ્લાય કિકે તેના કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફ અને તેની માતા આયશા શ્રોફનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર ખૂબ ફેન ફોલોઈંગ ધરાવતી દિશા પટનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બટરફ્લાય કિક મારતા જોવા મળી રહી છે. આ વીડિયોની સાથે તેણે ’બટરફ્લાય કિક’ પણ લખ્યું હતું. દિશા પટનીના વીડિયો પર કમેન્ટ કરતા ટાઇગર શ્રોફે ’ક્લીન’ તો આયેશા શ્રોફે ’દિશૂ’ લખ્યું હતું. નોંધનીય છે કે બટરફ્લાય કિક માર્શલ આર્ટ્‌સમાં જમ્પિંગ કિક છે અને તેને નિગલ કિક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કરવા માટે તમારા શરીરને સહેજ વાળીને બંને પગ જમીનથી ઉંચા કરી અને ગોળ ગોળ ફેરવતા વળાંક વળવાનું હોય છે. જો વાત કરવામાં આવે કામની તો દિશા પટણી હાલમાં સલમાન ખાન સાથે તેની આગામી ફિલ્મ ’રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. પ્રભુદેવા દ્વારા ડિરેક્ટેડ આ ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હૂડા પણ છે. આ ફિલ્મ આ વર્ષે ઈદ પર રિલીઝ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here