અભિનેત્રી કેટરીના કૈફને માલદીવ્સમાં નવો પાર્ટનર મળ્યો

0
16
Share
Share

બંનેએ સાથે બેસીને બ્રેકફાસ્ટ લીધો

કેટરીના કૈફ હાલ પોતાના અપકમિંગ પ્રોજેક્ટને લઈને માલદીવ્સમાં છે, જ્યાં તેને નવો બ્રેકફાસ્ટ પાર્ટનર મળ્યો

મુંબઈ,તા.૧૩

અપકમિંગ પ્રોજેક્ટને લઈને કેટરીના કૈફ હાલ માલદીવ્સમાં છે. જ્યાંથી તે ફેન સાથે તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. આજે (૧૨ નવેમ્બર)કેટરીનાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વધુ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે તેના નવા બ્રેકફાસ્ટ પાર્ટનર વિશે ખુલાસો કર્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ બ્રેકફાસ્ટ દરમિયાન કેટલાક વેજિટેબલ્સ અને કેરેટ ફ્લફી લિટલ ડચ રેબિટ, જેકને ખવડાવતી જોવા મળી. બ્લેક ટી-શર્ટ અને પિંક પેન્ટમાં જોવા મળી રહેલી એક્ટ્રેસ સસલાની સાથે પોતાનું ફૂડ શેર કરવા માટે ઉત્સાહિત જણાઈ રહી હતી. કેટરીનાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની બે સુંદર તસવીરો શેર કરી હતી. જેમાં તે રેઈનબો સ્ટ્રાઈપ્સ ટી-શર્ટ અને સ્કર્ટમાં જોવા મળ્યું હતું. તસવીરો શેર કરતાની સાથે તેણે લખ્યું હતું કે, ’માલદીવ્સમાં હોવું તે અદ્દભુત વાત છે. મારું ફેવરિટ શૂટ. થોડા દિવસ પહેલા કેટરીના કૈફ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. જ્યાં તે પીપીઈ કિટમાં જોવા મળી હતી. કેટરીનાએ પીપીઈ કિટ સાથેનો લૂક સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો હતો. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ’સૌથી પહેલા સુરક્ષા, આમ તો આઉટફિટ એટલુ પણ ખરાબ નથી’. પીપીઈ કિટની સાથે તેણે ફેસ માસ્ક અને ફેસ શીલ્ડ પણ પહેર્યું હતું. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરીના આગામી સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી’માં જોવા મળશે. જેની ઓપોઝિટમાં અક્ષય કુમાર છે. અક્ષય કુમાર અને કેટરીના કૈફ સિવાય ફિલ્મમાં રણવીર સિંહ અને અજય દેવગણ પણ જોવા મળશે. આ સિવાય તે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ’ફોન ભૂત’માં કામ કરી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here