અભિનેત્રી કરીના કપૂર એકલી જ ક્લિનિક પહોંચી

0
26
Share
Share

પહેલા કરીના ક્લિનિક આવી હતી ત્યારે પતિ સૈફ અલી ખાન સાથે હતો, પરંતુ આ વખતે વ્યસ્ત હોવાથી ના આવ્યો

મુંબઈ,તા.૧૨

બોલિવુડ ડીવા કરીના કપૂર ખાન બીજા બાળકને જન્મ આપવાની છે. સોમવારે મોમ-ટુ-બી કરીના કપૂર ખાન બાંદ્રામાં એક ક્લિનિકની બહાર જોવા મળી હતી. આ દરમિયાન કરીના એકદમ કમ્ફર્ટેબલ આઉટફિટમાં જોવા મળી હતી. કરીના કપૂર મેટરનિટી ફેશન ગોલ્સ આપી રહી છે. પ્રેગ્નેન્સી દરમિયાન કરીના કપૂર કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ કપડાં પહેરી રહી છે. આજે ક્લિનિકની બહાર કરીના કપૂર શોર્ટ કુર્તા અને પલાઝોમાં જોવા મળી હતી. લોકડાઉન દરમિયાન અને હજી પણ કરીના કપૂર કફ્તાનમાં જોવા મળે છે. કરીનાએ પોતાનો કફ્તાન પ્રેમ સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો હતો સાથે જ આ આઉટફિટને પોપ્યુલર પણ બનાવ્યા છે! કરીના કપૂર પ્રેગ્નેન્સી દરમિયાન પોતાની ફેશન સેન્સથી સૌને અચંબિત કરી રહી છે સાથે જ નવો ટ્રેન્ડ પણ સેટ કરી રહી છે. મોમ-ટુ-બી બેબો આજે ક્લિનક એકલી જ આવી હતી. સૈફ અલી ખાન આગામી ફિલ્મના શૂટિંગ માટે જેસલમેર ગયો હોવાથી કરીના કપૂર ડૉક્ટર પાસે ચેક-અપ કરાવવા માટે એકલી જ આવી હતી. જો કે, ગઈ વખતે સૈફ પત્નીની સાથે ડૉક્ટરની મુલાકાતે આવ્યો હતો. એ વખતે સૈફે કરીના માટે ગાડીનો દરવાજો ખોલી તેને અંદર બેસાડીને લોકોના દિલ જીત્યા હતા. સૈફને આ રીતે કરીનાની કાળજી રાખતો જોઈને ફેન્સે ખૂબ વખાણ કર્યા હતા. કરીના કપૂર ખાન અને તૈમૂર હાલ પોતાના ઘરે એકલા છે ત્યારે પિતા રણધીર કપૂર, મા બબીતા કપૂર અને બહેન કરિશ્મા કપૂર તેનું ધ્યાન રાખવા માટે આવતા-જતા રહે છે. ક્લિનક આવતાં પહેલા સોમવારે સવારે કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે કૂર્તા-પાયજામામાં આરામ ફરમાવતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાને ઓગસ્ટ મહિનામાં બીજીવાર પેરેન્ટ્‌સ બનવાના હોવાની જાહેરાત કરી હતી. હાલ તેમનો ૪ વર્ષનો એક દીકરો છે તૈમૂર, જે સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. દર થોડા દિવસે તૈમૂરના વિડીયો અને તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતાં રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રેગ્નેન્સી દરમિયાન જ કરીના કપૂરે આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ ઉપરાંત કરીના કપૂર પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ’તખ્ત’ પણ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here