અભિનેત્રી કનિકા ચાર વર્ષ પછી ટીવી પર કમબેક કરશે

0
23
Share
Share

મારે આ રોલ માટે પંજાબી ભાષા શીખવી પડી, જો કે, નવી ભાષા શીખવાનું હંમેશા મજેદાર રહ્યું છે : કનિકા

મુંબઈ,તા.૧૧

ટેલિવિઝન સીરિયલ દીયા ઔર બાતી હમથી પોપ્યુલર થનારી એક્ટ્રેસ કનિકા મહેશ્વરી ૪ વર્ષના બ્રેક બાદ કમબેક માટે તૈયાર છે. છેલ્લી ’તુ સૂરજ મેં સાંજ પિયાજી’ સીરિયલમાં જોવા મળેલી કનિકા હવે ક્યૂં ઉત્થે દિલ છોડ આયે નામના ટીવી શોમાં મહત્વના રોલમાં જોવા મળશે. આટલા લાંબા વિરામ બાદ સેટ પર પાછા જવાની વાતથી જ કનિકા ખુશીથી ઉછળી રહી હોય તે બાબત સ્વાભાવિક છે. કનિકાએ કહ્યું, હું વિરામ બાદ સ્ક્રીન પર કમબેક કરી રહી છું. માટે જ હું સેટ્‌સ પર પાછી જવા અને મને સૌથી ગમતી વસ્તુ- એક્ટિંગ કરવા માટે ઉત્સુક છું. હું આ શોમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. આ એક એવી વિધવાનો રોલ છે જે ક્યારેય કોઈ બાબતથી ખુશ નથી થતી. આ શોમાં મારા લૂકને લઈને હું ખૂબ ઉત્સાહિત છું કારણકે મેં કરેલા અગાઉના શો કરતાં આ સીરિયલમાં મારો લૂક એકદમ અલગ હશે. આ એક રંગીન પાત્ર હશે પરંતુ તેનો દેખાવ બેરંગ હશે. આ રોલ માટે કનિકા મહેશ્વરીને પંજાબી ભાષા શીખવી પડી. જો મને પૂછશો તો હું કહીશ કે આ રોલ પડકારજનક છે. મારે આ રોલ માટે પંજાબી ભાષા શીખવી પડી. જો કે, નવી ભાષા શીખવાનું હંમેશા મજેદાર રહ્યું છે, તેમ કનિકાએ જણાવ્યું. આ શો દ્વારા એક્ટ્રેસ શશી અને સુમિત મિત્તલના પ્રોડક્શન હાઉસ સાથે ત્રીજી વખત જોડાઈ છે. કનિકાના અગાઉના બે શો ’દીયા ઔર બાતી હમ’ અને તુ સૂરજ મેં સાંજ પિયાજી’ પણ આ જ પ્રોડક્શન હાઉસ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. આ સિવાય શશી અને સુમિત મિત્તલના પ્રોડક્શન હાઉસના શો ’દિલ સે દિલ તક’માં કનિકાએ કેમિયો રોલ કર્યો હતો. ક્યૂં ઉત્થે દિલ છોડ આયે સીરિયલમાં ’બાલિકા વધૂ ફેમ ગ્રેસી ગોસ્વામી, પ્રણાલી રાઠોડ, આંચલ સાહુ, ઝાન ખાન, શુભમ પાંડેય અને સુરેન્દ્ર પાલ જોવા મળશે. ૧૯૪૭ના લાહોરના બેકડ્રોપ આધારિત સીરિયલમાં ત્રણ યુવતીઓ અમૃત, વશમા અને રાધાના સપના, આશાઓ, મહેચ્છાઓ અને નવા પ્રેમની વાર્તા જોવા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here