અભિનેતા સુધાંશુ પ્રભુદેવા સાથે ફિલ્મ કરી રહ્યો છે

0
16
Share
Share

અનુપમા ફેમ સુધાંશુ પાંડે અત્યારસુધીમાં ૪૦ ફિલ્મ કરી ચૂક્યો છે, હાલ પ્રભુદેવા સાથે તમિલ ફિલ્મ કરી રહ્યો છે

મુંબઈ,તા.૧૨

ટીવી સીરિયલો એકના એક પ્રકારનું મનોરંજન પીરસી રહી હોવાનો આરોપ ઘણીવાર લાગી ચૂક્યો છે. જો કે, શો અનુપમા ફેમ સુધાંશુ પાંડેને આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. તેણે કહ્યું કે, રાતોરાત ફેરફાર આવતો નથી. તેથી, ધીમે-ધીમે પરંતુ બાબતો બદલાઈ રહી છે. આપણે સંબંધિત વાર્તાઓ કહેવાનું યથાવત્‌ રાખવું જોઈએ. પરંતુ જો આપણે જૂની વસ્તુને વળગી રહીએ કારણ કે પહેલા સારી રીતે કર્યું હતું. હવે જ્યારે વિચારો વિકસીત થયા છે, ત્યારે તે દેખીતી રીતે પ્રતિક્રિયાશીલ લાગે છે. ટીવવી પાસે અપાર પહોંચ છે અને લોકોને પ્રભાવિત કરવાની શક્તિ છે. તેથી તેનો ઉપયોગ કુશળતાપૂર્વક થવો જોઈએ, તેમ સુધાંશુ પાંડેએ ઉમેર્યું. કરિયરમાં ૪૦થી વધુ ફિલ્મો કરી તેમજ પ્રેક્ષકો તરફથી મળેલી પ્રશંસાનો આનંદ માણ્યા બાદ સુધાંશુ પાંડેએ ખુલાસો કર્યો કે, ટીવી શોમાં તેના કેરેક્ટર કારણે જે પ્રતિસાદ મળ્યો છે, તે અગાધ છે. સીરિયલ દ્વારા દર્શકો સાથે જોડાઈ રહ્યો છે તે વાતની સુધાંશુને ખુશી છે. ટેલિવિઝન પર કેટલીક સીરિયલો એવી છે, જે લાંબા સમયથી ચાલી રહી છે. ત્યારે સુધાંશુનું માનવું છે કે, પહેલાથી એક સરખી કાસ્ટ, ટીમ અને વિષયના કારણે આમ શક્ય બને છે. સુધાંશુ પાંડેએ ઘણી ફિલ્મો કરી છે અને તે વેબ સીરિઝ પણ કરવા માગે છે. આ વિશે વાત કરતાં તેણે કહ્યું કે, હું વેબ અને ફિલ્મો પણ કરીશ. હકીકતમાં મેં ગયા વર્ષે હંડ્રેડ અને ધ કસિનો એમ બે વેબ સીરિઝ કરી હતી અને હવે હું તમિલ ફિલ્મ કરી રહ્યો છે. જેમાં પ્રભુદેવા લીડ રોલમાં છે. હું વિલનની ભૂમિકા ભજવવાનો છું. મારી પાસે એક હિંદી ફિલ્મ પણ છે. જેના વિશે અત્યારે વધારે વાત કરવા માગતો નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here