અભિનેતા આમિર ખાનનો પરિવાર વેકેશન માણવા ગુજરાત આવ્યો

0
21
Share
Share

જૂનાગઢ,તા.૨૬

બોલિવૂડના જાણીતા અભિનેતા આમિર ખાન પોતાના પરિવાર સાથે પોરબંદર એરપોર્ટ પર આવી પહોંચ્યા છે. આમિર ખાન તેના પરિવાર સાથે એનીવર્સરી ઉજવવા ગુજરાત આવ્યા છે. પોરબંદરથી આમિર ખાન સાસણગીર જવા નીકળ્યો છે. પોરબંદર એરપોર્ટ પર આવીને પ્રાઇવેટ વાહનથી તેઓ સાસણ જવા નીકળી ગયા છે. આમિર ખાન પહેલા પણ શાહરુખ ખાન રઇસની શૂટિંગ માટે અમદાવાદ આવ્યા હતા. અમિતાભ બચ્ચન પણ ગુજરાત ટુરિઝમની એડના શૂટિંગ માટે ગુજરાત આવ્યા હતા.

સલમાન ખાન પણ ઉત્તરાયણની ઉજવણી કરવા માટે ગુજરાત આવ્યા છે. હાલમાં આમિર ખાન ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ કરી રહ્યો છે. મહત્વનું છે કે લાલ સિંહ ચઢ્ઢા એ હોલિવૂડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની ઓફિશીયલ રિમેક છે. ઈરા મિશાલ સાથે ૨ વર્ષ સુધી રિલેશનમાં રહી હતી. જે બાદ તેમનું બ્રેકઅપ થઈ ગયું.

એક રિપોર્ટ મુજબ ઈરા ખાનને ફરી પ્રેમ થઈ ગયો છે. જોકે, આ વખતે ઈરાને પિતાના એટલે કે આમિર ખાનના ફિટનેસ કોચ નુપુર શિખારેને ડેટ કરી રહી છે. એવું કહેવાય છે કે લોકડાઉન દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા. રિપોટ્‌ર્સ મુજબ, ઈરા નુપુરને તેની માતા રીના દત્તથી મળાવી ચૂકી છે. હાલમાં જ ઈરાએ ટેટૂ બનાવતા શીખ્યું હતું. જેથી પહેલું ટેટૂ તેણે નુપુરના હાથ પર જ બનાવ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર નુપુરનો ટેટૂ બનાવવા બદલ આભાર પણ માન્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here