અબકી બાર ‘ડિઝલ’ ૮૦ને પારઃ સતત ૧૯મા દિવસે ભાવ વધારો યથાવત્‌

0
11
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૫

વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવમાં ઘટાડો હોવા છતાં ઘરેલુ બજારમાં ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૧૯ દિવસથી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ૧૯માં દિવસે ડીઝલમાં ૧૪ પૈસા જ્યારે પેટ્રોલમાં ૧૬ પૈસાનો વધારો ઝીંકાયો છે. જ્યારે છેલ્લા ૧૯ દિવસની વાત કરીએ તો ડીઝલની કિંમતમાં કુલ ૧૦.૬૨ રૂપિયા પ્રતિ લિટર અને પેટ્રોલમાં ૮.૬૬ રૂપિયા પ્રતિ લિટરનો વધારો નોંધાયો છે.

ગુરુવારે એટલે કે આજે સરકારી તેલ કંપનીઓએ ફ્યુલની કિંમતોમાં વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૧૬ પૈસા વધીને ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યા છે. જ્યારે ડીઝલમાં ૧૪ પૈસાનો વધારો થતા ભાવ ૮૦.૦૨ રૂપિયા પ્રતિ લિટરે બોલાઈ રહ્યાં છે. આ સાથે દેશના ઇતિહાસમાં પહેલીવાર ડીઝલના ભાવ ૮૦ રૂપિયાને પાર પહોંચ્યા છે. દિલ્હી શું આખા દેશમાં આવું પહેલીવાર થયું છે કે ડીઝલના ભાવ ૮૦ને પાર પહોંચ્યા છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો પ્રમુખ શહેરોમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં છેલ્લા ૧૯ દિવસમાં જંગી વધારો જોવા મળ્યો છે. તેલ કંપનીઓ દ્વારા ફ્યુલની કિંમત વધારતા પેટ્રોલ અને ડીઝલના ભાવ ઐતિહાસિક ટોચની સપાટીએ પહોંચ્યા છે. અમદાવાદની વાત કરીએ તો પ્રતિ લિટર પેટ્રોલ રૂ.૭૭.૪૦ અને ડીઝલ રૂ.૭૭.૩૩ બોલાઈ રહ્યાં છે. જ્યારે સુરતમાં પેટ્રોલ રૂ.૭૭.૩૨ અને ડીઝલ રૂ.૭૭.૨૭ પ્રતિ લિટરે બોલાઈ રહ્યા છે. આ સિવાય રાજકોટમાં પેટ્રોલ રૂ.૭૭.૨૧, ડીઝલ રૂ.૭૭.૧૬ પ્રતિ લિટર, વડોદરામાં પેટ્રોલ રૂ.૭૭.૦૭, ડીઝલ રૂ.૭૭.૦૧ પ્રતિ લિટર, જામનગરમાં પેટ્રોલ રૂ.૭૭.૩૬, ડીઝલ રૂ.૭૭.૨૪ પ્રતિ લિટર, જૂનાગઢમાં પેટ્રોલ રૂ.૭૮.૧૪, ડીઝલ રૂ.૭૮.૦૮ પ્રતિ લિટર અને ભાવનગરમાં પેટ્રોલ રૂ.૭૮.૭૦, ડીઝલ રૂ.૭૮.૬૪ પ્રતિ લિટર ભાવ બોલાઈ રહ્યા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here