અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી સૈન્ય પાછું ખેંચવાની અમેરિકાની જાહેરાત

0
18
Share
Share

વોશિંગ્ટન,તા.૨૦

અફઘાનિસ્તાન અને ઇરાકમાંથી આગામી વર્ષે ૧૫મી જાન્યુઆરી સુધી ૨,૫૦૦-૨,૫૦૦ અમેરિકન સૈન્ય દૂર કરવાની જાહેરાત અમેરિકાએ કરી હતી.

યુએસ ડિફેન્સ સેક્રેટરી ક્રિસ્ટોફર સી. મિલ્લરે મંગળવારે આ અંગેની જાહેરાત કરી હતી. અફઘાનિસ્તાન અને ઇરાક વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો સફળતાથી અને જવાબદારીપૂર્વક અંત આણવામાં આવશે તથા ત્યાં ફરજ પર તહેનાત સૈન્યને પાછા ઘરે લાવવામાં આવશે એવા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર વખતના વચનોને ધ્યાનમાં રાખીને મિલ્લરે ઉક્ત જાહેરાત કરી હતી.

આ પગલાંનો વિરોધ વિપક્ષ ડમોક્રેટિક પાર્ટના પ્રેસિડન્ટ-ઇલેક્ટ જો બાઇડને કર્યો હતો. તેમના ધારાશાસ્ત્રીઓનું કહેવું છે કે આ પગલું રાષ્ટ્ર સુરક્ષા સામે જોખમ સમાન છે. બીજી તરફ રિપબ્લિકન પાર્ટીના અનેક ધારાશાસ્ત્રીઓએ પણ આ પગલાંનો વિરોધ કર્યો હતો.

‘બન્ને દેશમાંથી અમુક અમેરિકન સૈન્ય દૂર કરવાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના આદેશને અમે અમલમાં મૂકવાની જાહેરાત કરીએ છીએ. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૧ સુધી અફઘાનિસ્તાન અને ઇરાકમાં ૨,૫૦૦-૨,૫૦૦ સૈન્ય કાર્યરત રહેશે’, એમ મિલ્લરે જણાવ્યું હતું. હાલમાં અફઘાનિસ્તાનમાં ૪,૫૦૦ અમેરિકી સૈન્ય કાર્યરત છે.

પત્રકારો સાથેની વાતચીતમાં વ્હાઇટ હાઉસ ખાતે નેશનલ સિક્યોરિટી એડવાઇઝર રોબર્ટ ઓ’બ્રિએને જણાવ્યું હતું કે અન્ય લશ્કરી જવાનો અમેરિકા દૂતાવાસ તથા અન્ય સુવિધાઓનનું રક્ષણ કરશે. ડોનલ્ડ ટ્રમ્પને આશા છે કે મે મહિના સુધી બાકીનું સૈન્ય પણ સુરક્ષિત રીતે પોતાના ઘરે આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here