અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મા માટે રડતા લોહીથી લથપથ બાળકનો વીડિયો વાયરલ

0
22
Share
Share

વીડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે ટ્‌વીટર પર થોડા સમય માટે હેશટેગની સાથે મધર ગેટ અપ ટ્રેન્ડ કરવા લાગ્યું

કાબુલ,તા.૨૨

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે ત્રણ અલગ-અલગ વિસ્ફોટોમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. સાથોસાથ બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમાંથી એક બ્લાસ્ટ સ્થળનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોહીથી લથપથ લાશો જોવા મળી રહી છે અને ત્યાં જ પોતાની માતાની સાથે બેઠેલા બે નાના બાળકો પણ જોવા મળી રહ્યા છે. આ બાળકો રડી રહ્યા છે. બે બાળકોમાં એક બાળક લોહીથી લથપથ જોવા મળી રહ્યું છે. તે બૂમો પાડી રહ્યું છે. આ રૂંવાડા ઊભો કરનારા વીડિયોમાં તે બૂમો પાડીને કહી રહ્યો છે, મા, ઉઠો. આ વીડિયોના સામે આવ્યા બાદ લોકો તેની પર ખૂબ ચર્ચા કરી રહ્યા છે. આ વીડિયો એટલો વાયરલ થઈ રહ્યો છે કે ટ્‌વીટર પર થોડા સમય માટે હેશટેગની સાથ ‘મધર ગેટ અપ’ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું. આ વીડિયોને લઈ કાબુલ પોલીસ તરફથી જાણકારી આપવામાં આવી છે કે વીડિયોમાં જોવા મળી રહેલા બંને બાળકોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે તેમની માતાને ગંભીર ઈજાઓ થઈ છે. તાલિબાન સાથે અફઘાનિસ્તાન સરકાર તરફથી મંત્રણા કરી રહેલી સરકારી ટીમના સભ્ય ફૌજિયા કૂફીએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, જે લોકો આવું કરે છે છે તેઓ પોતાની ઘાયલ માતાની પાસે રડી રહેલા બાળકોને જોઈને કેવી રીતે પોતાના કૃત્યને પોતાના આત્મા માટે યોગ્ય ઠેરવી શકે છે. આ બધું અટકવું જોઈએ. નોંધનીય છે કે, કાબુલ પોલીસ મુજબ કાબુલમાં પહેલા બે વિસ્ફોટ ૧૫ મિનિટના અંતરમાં થયા અને એક વિસ્ફોટ બે કલાક બાદ થયો જેમાં પોલીસના એક વાહનને નિશાન બનાવવામાં આવ્યું હતું. કોઈ પણ સમૂહે હજુ સુધી તેની જવાબદારી નથી લીધી. હાલના મહિનાઓમાં રાજધાની કાબુલમાં થયેલા બોમ્બ હુમલામાંથી મોટાભાગના ચુંબકનો ઉપયોગ કરીને તેમને વાહનોમાં લગાવવામાં આવ્યા છે અને પછી તેને રિમોટ કન્ટ્રોલ કે ટાઇમર દ્વારા વિસ્ફોટ કરવામાં આવે છે. બીજા વિસ્ફોટમાં ઉત્તર-પશ્ચિમ કાબુલના એક વિસ્તારમાં એક કારને નિશાન બનાવવામાં આવી જેમાં રાષ્ટ્રીય સેનાના સૈનિક મુસાફરી કરી રહ્યા હતા. બ્લાસ્ટમાં બે સૈનિકો માર્યા ગયા. તેમાં નજીકથી પસાર થઈ રહેલા એક નાગરિકનું પણ મોત થયું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here