અપલખણા પાકિસ્તાનીઓથી કંટાળીને આ સેલેબ્રિટીએ છોડી દીધું પાકિસ્તાન, કહ્યું-ત્યાનાં લોકો

0
29
Share
Share

મુંબઈ,તા.૧૯

પાકિસ્તાનની ટિકટોક સ્ટાર જન્નત મિર્ઝા પાકિસ્તાનથી જાપાન શિફ્ટ થઈ ગઈ છે. ૨૨ વર્ષની જન્નત ટિકટોક પર ૧ કરોડથી વધુ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ પાકિસ્તાની યુઝર છે. તેથી તેના ફેન્સ આ નિર્ણયથી નારાજ છે. ઇન્સ્ટાગ્રામ પર પણ જન્નતના ૧ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે અને વાયરલ પણ થતી રહે છે. જન્નતે હાલમાં કહ્યું હતું કે જ્યારે ટિકટોક પર પાકિસ્તાનમાં પ્રતિબંધ મૂકાયો હતો, ત્યારે તે જાપાનમાં હતી. જન્નતે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેણે નક્કી કર્યું છે કે તે જાપાનમાં જ રહેશે. જન્નાતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં ઘણા ચાહકોએ તેમને પૂછ્યું હતું કે તે ક્યારે પાકિસ્તાન પરત આવી રહી છે.

આ સવાલ પર પ્રતિક્રિયા આપતા મિર્ઝાએ કહ્યું છે કે તે જાપાન શિફ્ટ થઈ ગઈ છે. જન્નતને એક ફેન્સએ સવાલ કર્યો કે, તમે પાકિસ્તાનકેમ છોડી રહ્યા છો? આ અંગે જન્નતે કહ્યું હતું – કારણ કે પાકિસ્તાન ખૂબ જ સારો અને પ્યારો દેશ છે પણ પાકિસ્તાનની પ્રજાની માનસિકતા સારી નથી. અગાઉ જન્ન્ત મિર્ઝાએ પાકિસ્તાનમાં ટિકટોક પર પ્રતિબંધને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું જાતે જ પાકિસ્તાનમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવા માંગતી હતી, પરંતુ તે કાયમી ધોરણે ન હોવો જોઈએ. તેણે કહ્યું હતું કે- મને પાકિસ્તાનમાં ટિકટોક પ્રતિબંધ હોવાના સમાચાર મળ્યા છે, હાલમાં હું જાપાનમાં છું.

જન્નતેએમ પણ કહ્યું હતું કે ઘણા લોકોની આજીવિકા પણ આ એપ્લિકેશન દ્વારા ચાલે છે અને આ એપ્લિકેશનને કારણે ઘણા નવા પ્રતિભાશાળી લોકો વિશે દુનિયાને જાણકારી મળે છે. જો કે આ એપ્લિકેશન પર કેટલીક વીડિયોઝની ગુણવત્તા ઘણી નબળી પણ છે. મિર્ઝાએ કહ્યું કે આ સમયે ટિકટોક પર પ્રતિબંધ જરૂરી છે. પરંતુ પછીથી વીડિયોનું એક માપદંડ નક્કી કરી એપ પરના વીડિયો પર નજર રાખવામાં આવવી જોઈએ. મિર્ઝાએ કહ્યું કે આ અરજી અંગે કેટલાક જરૂરી પગલા લીધા બાદ ટિકટોક પ્રતિબંધ હટાવી શકાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here