અપક્ષ ઉમેદવારની નારાજગી, મતદાન મથકની બહાર નામાવલીમાંથી તેમનું નામ ગાયબ

0
26
Share
Share

અમદાવાદ,તા.૨૨

મહાનગરપાલિકાની ચૂંટણીનાં મતદાન દરમ્યાન અમદાવાદનાં શાહીબાગ વોર્ડ નંબર ૧૬ ખાતે અપક્ષ ના ઉમેદવાર નો વિરોધ સામે આવ્યો હતો. ઉમેદવારની ફરિયાદ મુજબ મતદાન મથકની બહાર લગાવવામાં આવેલી ઉમેદવારોની નામાવલી ની અંદર ૧૫ અને ૧૬ નંબરના ઉમેદવારનું નામ જ દર્શાવવામાં આવ્યું ન હતું. જેથી આ બાબતથી નારાજ થઈને અપક્ષ ના ઉમેદવાર ભરતભાઈ કાપડિયા કલેકટર ઓફિસ માં મૌખિક ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ઉમેદવારની નામાવલીની યાદીનું જે પત્રક બનાવવામાં આવ્યું હતું, તેના મુખ પૃષ્ટ સિવાય પાછળની તરફ પ્રિન્ટ કરી હોવાથી બે ઉમેદવારોનાં નામ તેમાં દબાઈ ગયા હતા. જેથી શાહીબાગનાં વોર્ડ નંબર ૧૬ નાં તમામ મતદાન સ્થળે ૧૪ ઉમેદવારો જ ચૂંટણી લડતા હોય તેવું પ્રતીત થતું હતુ. આ અંગેની જાણ એક મતદાતા દ્વારા ઉમેદવારને કરતા તેમણે કલેક્ટર ઓફિસમાં ફરિયાદ કરી નારાજગી વ્યક્ત કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here