અપક્ષને જન સમર્થન મળવાનાં એંધાણ સાથે જ રાજકીય પક્ષોમાં મિટિંગોનો ધમધમાટ

0
29
Share
Share

ભરૂચ,તા.૩૦

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય ગરમી વધી રહી છે. એક તરફ ભરૂચ નગરપાલિકામાં છેલ્લા ૨૭ વર્ષથી એકધારું ભાજપનું શાસન ચાલી રહ્યું છે. ત્યારે પ્રજાલક્ષી કામગીરી થઈ છે કે નહીં તે પ્રજાએ વોટ આપી જાહેર કર્યું છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ભરૂચ નગરપાલિકા માટે મતદાન થવાનું સત્તાવાર જાહેર થઈ ગયું હોય ભરૂચમાં રાજકીય રંગત જામી રહ્યું છે. ભરૂચમાં ભાજપ,કોંગ્રેસ સહિત અન્ય પક્ષો જ્યારે નગરપાલિકા ઈલેક્સનમાં પોતાને પ્રજાના હિતેચ્છુ સાબિત કરવા મેદાને ઉતરવાના છે. ત્યારે “ભરૂચ જનતા અપક્ષ” બેનર હેઠળ એક સાથે અપક્ષ ઉમેદવારો ભરૂચ નગરપાલિકાને હસ્તક કરવા ૪૪ સભ્યોને મેદાને ઉતારવાનું નક્કી કરી ચુક્યા છે.

અપક્ષોમાં યુવાનો અને મહિલાઓને ખાસ તેમની કામગીરી પ્રમાણે સમાવેશ કરી આગેવાની આપવામાં આવશે તેમજ જે પણ અમારા આ ગ્રુપમાં જોડાશે તે ઉમેદવાર પોતે ચૂંટણી જીત્યા બાદ અન્ય પોલિટિકલ પક્ષ નહિ જોડાય તેવી જનતા સમક્ષ બાંહેધરી આપવી પડશે. જો જન સમર્થનથી અપક્ષ પેનલનો વિજય થાય છે તો પાણીવેરામાં ૫૦% રાહત, રોડ રસ્તાના કામ સગા સંબંધી કે ઓળખીતાને નહિ પણ જે ટેન્ડર પ્રમાણે કામગીરી કરશે તેને જ કામ આપવામાં આવશે જેવા ૨૫ જેટલા મુદ્દાઓ જાહેર કરી આ પ્રમાણે કામગીરી કરવા ભરૂચ જનતા અપક્ષના આગેવાન કમલેશ મઢીવાળા અને નિવૃત સરકારી કર્મચારી બિપિનચંદ્ર જગદીશવાલા અને અન્ય સભ્યોએ વચન આપ્યું હતું.

ભરૂચ જનતા અપક્ષમાં ૧. બીપીનચંદ્ર જગદીશનવાલા (નિવૃત સિવિલ એન્જીનીયર) ૨. નિલેશ પરમાર (ભવ્ય ભરૂચ સોસિયલ મીડિયા ગ્રુપ) ૩. શ્યામ પરમાર (દલિત સમાજ આગેવાન) ૪. હેમંત વસાવા (આદિવાસી સમાજ આગેવાન) ૫. મૌલેશ પ્રજાપતિ-(ચાર્ટર એકાઉન્ટન્ટ) ૬. ડૉ. નિરંજન એલ. મકવાણા (ડૉકટર) ૭. ગંભીર જગમાલભાઈ ગોહિલ (ખેડૂત આગેવાન) ૮. રવીકુમાર મિસ્ત્રી (સામાજિક કાર્યકર, ટાઇગર એકતા ગ્રુપ) ૯. રવિન્દ્ર પટેલ ( સામાજિક કાર્યકર) ૧૦. કમલેશ મઢીવાલા ( નોટરી, એડવોકેટ, સામાજિક અગ્રણી) મેદાને ઉતરવા માટે એક મંચ ઉપર આવ્યા છે. આ વખતે અપક્ષ મેદાન મારી ન જાય તે માટે સત્તાપક્ષ અને વિપક્ષ સહિતના રાજકીય હોદ્દેદારોએ મિટિંગોનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here